GSTV

બિહાર ચૂંટણી/ જિન્નાનું ભૂત ફરી વખત ધૂણ્યૂ, લોકડાઉનમાં રાતાપાણીએ રોયેલા મજૂરોને નેતાઓ ભૂલી ગયા !

ભારતના ભાગલા પડવા માટે કારણ બનનાર પાકિસ્તાનના સ્થાપક મહંમદ અલી જીન્નાનો મુદ્દો બિહાર ચૂંટણીના પ્રચારમાં જોર શોરથી ગાજવા માંડ્યો છે.

ભાજપે જિન્નાનૂં જીન બહાર કાઢ્યું

કોંગ્રેસે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પૂર્વ અધ્યક્ષ મશકૂર અહમદ ઉસ્માનીને દરભંગા જિલ્લાની એક વિધાનસભા બેઠક માટે ટિકિટ આપી છે.જેને લઈને ભાજપ ભડકી ઉઠી છે.ભાજપે આરોપ લગાવ્યો છે કે, મશકૂર ઉસ્માની જિન્નાના સમર્થક છે અને તેમને ટિકિટ આપીને કોંગ્રેસે પોતાની માનસિકતાનો પરિચય આપ્યો છે.કોંગ્રેસ ઉમેદવારે પોતાના પર લાગેલા આક્ષેપોને લઈને કહ્યુ છે કે, અમે તો ગાંધીજીની વિચારધારામાં માનનારા લોકો છે.જિન્નાની તસવીર લગાવવાનો કે સમર્થન કરવાનો સવાલ જ ઉભો થતો નથી.ભારતમાં જિન્નાનો સવાલ જ ઉભો થવો જોઈએ નહી.ઉલાટનું મેં જ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના અધ્યક્ષ તરીકે જિન્નાની તસવીર હટાવવા માટે પીએમ મોદીને પત્ર લખ્યો હતો .જેનો કોઈ જવાબ મને મળ્યો નહોતો.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો વિવાદ બિહારમાં ચમક્યો

એક ચેનલ સાથેની વાતચીતમાં ઉસ્માનીએ કહ્યુ હતુ કે, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અલી અન્સારી અલીગઢ આવવાના હતા અને તેમના પહ હુમલો થવાનો ભય હતો.જેના વિરોધમાં અમે પ્રદર્શન કર્યુ હતુ.અમે જિન્ના સમર્થનમાં રેલી નહોતી કાઢી.

આ પહેલા ઉસ્માનીને ટિકિટ આપવા પર ભાજપે કહ્યુ હતુ કે,કોંગ્રેસ પાર્ટીને ક્યારેય દેશની એકતા સાથે મતલબ રહ્યો નથી.દેશને વિભાજીત કરવાનુ કામ કરનારા જિન્ના સમર્થકને કોંગ્રેસે ટિકિટ આપી છે.કોંગ્રેસે દેશને જવાબ આપવો પડશે કે શું તેમના ઉમેદવાર જિન્નાનુ સમર્થન કરે છે,

જિન્નાની તસ્વીરને લઈને થયો હતો વિવાદ

ઉલ્લેનીય છે કે, ગત વર્ષે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં જિન્નાની તસવીર લગાડેલી હોવાના મુદ્દે વિવાદ થયો હતો અને ઉસ્માની પર જિન્નાનુ સમર્થન કરવાનો આરોપ લાગ્યો હતો.આ પૂર્વ વિદ્યાર્થી નેતાને કોંગ્રેસે ટિકિટ આપ્યા બાદ બિહારની ચૂંટણીમાં નવો ગરમાવો આવ્યો છે અને ભાજપને પ્રચારનો એક મુદ્દો મળી ગયો છે.

READ ALSO

Related posts

IPL/અત્યંત કંગાળ દેખાવ સાથે પ્લે ઓફની રેસમાંથી ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ લગભગ આઉટ

Bansari

IPL 2020: એક સિઝનમાં ચેન્નાઈની ટીમ સાત મેચ હારી, ધોનીનો શરમજનક રેકોર્ડ

Ankita Trada

Navratri 2020: નવરાત્રીમાં મા દુર્ગાના આ 108 નામના કરો જાપ, દૂર થશે કષ્ટ, પૂરી થશે દરેક મનોકામના

Bansari
Do NOT follow this link or you will be banned from the site!