ગુજરાતમાં ચૂંટણીના પ્રચારનો ધમધમાટ તેજ થઈ ગયો છે, તમામ રાજકીય પક્ષો દ્વારા પૂરજોશથી મતદારોને રિઝવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ઘણી જગ્યાએથી તેમને લોકોના ગુસ્સાનો પણ સામનો કરવો પડી રહ્યો છે.
વાવના કૉંગ્રેસના ઉમેદવારને પણ પ્રચારમાં લાગ્યો ઝટકો, લોકોએ એવા પ્રશ્નો પૂછ્યા કે…. | Gstv News #vav #Banaskantha #Congress #Election2022 #GujaratElections2022 pic.twitter.com/tgokiFgORP
— GSTV (@GSTV_NEWS) November 19, 2022
દરમિયાન બનાસકાંઠાના વાવના છેવાડાના ગામડામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ગ્રામજનો સાથે ચર્ચા દરમિયાન વિકાસના કામોને લઇને કેટલાક યુવકોએ ગેનીબેન ઠાકરોનો વિરોધ કર્યો હતો. જો કે અન્ય લોકોની સમજાવટ બાદ મામલો થાળે પડયો હતો.
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી ટાણે જ નેતાઓને યાદ આવતી સામાન્ય પ્રજા પ્રચાર દરમિયાન તેમની સામે ઉગ્ર રજૂઆતો કરી રહી છે. અનેક જગ્યાએથી ફરિયાદો ઉઠી રહી છે કે પાંચ વર્ષ સુધી કોઈ ડોકાવા પણ નથી આવતું અને હવે મત માંગવા માટે ચપ્પલો ઘસવામાં આવી રહ્યા છે.
READ ALSO
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી