GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

મહેસાણામાં ખેંચતાણ વચ્ચે કોંગ્રેસે જાહેર કર્યા ઉમેદવાર, જાણો શા માટે મળી લોકસભાની સીટની દાવેદારી

પાટીદારોના ગઢ મહેસાણાથી કોંગ્રેસ એ.જે પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે..ગત મોડી રાતે કોંગ્રેસની ઉમેદવારોની વધુ એક યાદી જાહેર થઈ હતી. જેમાંથી ગુજરાતની એક માત્ર બેઠક એવી મહેસાણાના ઉમેદવારની જાહેરાત કરી..એ.જે પટેલ જાણીતા બિઝનેસમેન પણ છે. અને તેઓ પાટણ જિલ્લા પંચાયતા પમુખ તરીકે ત્રણ ટર્મ ચૂંટાઈ આવ્યા હતા વર્ષ 2002માં કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો.

જોકે અપક્ષ ચૂંટણીમાં હાર્યા બાદ ફરી એક વખત તેમણે કોંગ્રેસનો હાથ પકડ્યો હતો.. તેઓએ 25 વર્ષ સુધી સિનિયર ક્લાસ વન અધિકારી તરીકે ઈન્ડસ્ટ્રીયલ વિભાગમાં સેવા પણ આપી છે. તેઓ જોઈન્ટ કમિશ્નર ઓફ ઇન્ડસ્ટ્રીઝ ઓફ ગુજરાત તરીકે નિવૃત્ત થયા હતા.

ગુજરાત સરકારના કંટ્રોલર ઓફ લિગલ મેટ્રોલોજી વિભાગમાં પણ તેઓ હેડ તરીકે ફરજ આપી ચુક્યા છે. એ.જે. પટેલનું વતન ચાણસ્મા તાલુકાનું ચાવેલી ગામ છે. તેઓ મહેસાણા અને પાટણના સમસ્ત ચૌધરી કડવા પાટીદાર સમાજના પ્રમુખ રહી ચુક્યા છે. તેઓ બેંકિંગ, શિક્ષણ, ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલા છે. મહેસાણા ઉત્તર ગુજરાતનું સેન્ટર હોવા છતાં અહીં એરપોર્ટ જેવી સુવિધા નથી. અહીં રેલવે કોરિડોર મંજૂરી થયો છે તેનું કામ અધૂરૂ છે.

READ ALSO

Related posts

અટલ પેંશન યોજનાનાં સબ્સક્રાઈબર્સને મળી મોટી રાહત, હવે કોઈ પણ સમયે બદલી શકો છો પેન્શનની રકમ

Mansi Patel

ભરૂચમાં જંબુસર રોડ પરના પેટ્રોલપંપ પાસે કારમાં લાગી અચાનક આગ, સદનસીબે કોઈ જાનહાની નહીં

Pravin Makwana

ચીની રાજદૂતની વિરુદ્ધ રસ્તાઓ પર ઉતર્યા નેપાળના લોકો, કહી દીધી આટલી મોટી વાત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!