GSTV
Home » News » કુંવરજી બાવળિયાને હરાવવા કોંગ્રેસ આ 6 નેતાઓમાંથી કોઈ એકને ઉતારી શકે છે

કુંવરજી બાવળિયાને હરાવવા કોંગ્રેસ આ 6 નેતાઓમાંથી કોઈ એકને ઉતારી શકે છે

ગુજરાતની રાજનીતિમાં જસદણ વિધાનસભાની બેઠક હંમેશા માટે ચર્ચામાં રહી છે. કારણ કે અહીં ચહેરાઓ તો એ જ રહે છે.  બસ બદલાય છે તો ઉમેદવારનો પક્ષ અને મતદારોનો મૂડ. કુંવરજી બાવળીયા ભાજપમાં જોડાયા બાદ જસદણની ખાલી પડેલી વિધાનસભાની પેટા ચૂંટણીના પડઘમ વાગ્યા છે. ત્યારે ભાજપને હંફાવવા કોંગ્રેસે બરાબરની કમર કસી છે. જસદણની પેટાચૂંટણી માટે સેન્સ લેવાયા બાદ કોંગ્રેસ દ્વારા 6 નેતાઓના નામની યાદી હાઇકમાન્ડને સોંપવામાં આવી છે.

જસદણના મુરતિયાઓમાં ભોળાભાઈ ગોહિલનું નામ સૌથી મોખરે છે. ભોળાભાઇ ગોહિલે રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસમાં રહીને પણ પોતાનો મત ભાજપના ઉમેદવાર બળવંતસિંહને આપ્યો હતો. વિધાનસભાની ટિકિટ કુંવરજી બાવળીયાને મળશે તેવા ડરને કારણે ભોળાભાઇ ગોહિલે કોંગ્રેસ છોડી હતી. જો કે બાવળીયા ભાજપમાં જતા ભોળાભાઇએ ફરી ઘરવાપસી કરી છે. ભોળાભાઇ કોળી મતદારોમાં સારું એવું પ્રભુત્વ ધરાવતા હોવાથી ટિકિટ મેળવવા માટે સૌથી પ્રબળ દાવેદાર છે.

કોંગ્રેસે લીધેલી સેન્સમાં બીજું નામ અવસર નાકિયાનું છે. અવસર નાકિયા કોળી સમાજમાંથી આવે છે. તેઓ રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને હાલ તેઓ જસદણ વિધાનસભાની જિલ્લા પંચાયત બેઠક પરથી ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્ય છે. સુરતમાં રહેતા હીરાના વેપારી દેવશી પટેલ પણ ઉમેદવારોની રેસમાં છે. લેઉઆ પટેલ અગ્રણી દેવશીભાઇ સુરત કોંગ્રેસમાં સક્રિય કાર્યકર્તા છે અને સુરત કોર્પોરેશનની ચૂંટણી લડી ચૂક્યા છે. જસદણમાં લેઉઆ પાટીદાર સમાજના 42 હજાર અનેકડવા પાટીદાર સમાજના 10 હજાર મતદારો છે.

ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા ગજેન્દ્ર રામાણીનું નામ પણ ચર્ચામાં છે.ગજેન્દ્ર રામાણી જસદણ ભાજપ સંગઠનના પ્રમુખ હતાં. જો કે થોડા સમય પહેલા જ તેઓ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે. તો પટેલ ઉમેદવાર તરીકે વિનુભાઈ પટેલનું નામ પણ મોખરે છે. વિનુભાઈ પટેલ રાજકોટ જિલ્લાં પંચાયતના સભ્ય છે. જસદણના સ્થાનિક ઉમેદવાર છે અને પાટીદાર મતદારો પર સારી એવી પકડ ધરાવે છે. આ નામોની સાથે અન્ય બેનામોની પેનલ બનાવીને કોંગ્રેસ હાઈકમાન્ડને સોપવામાં આવી છે.

કુંવરજી બાવળીયાભાજપમાં જોડાયાને 4 મહિના જેટલો સમય થઇ ચૂક્યો છે. ત્યારે કોંગ્રેસ દ્વારાકુંવરજી બાવળિયા સામે ટક્કર લેવા તેના જેવા યોગ્ય ચહેરાની પસંદગી થાય છે કે કેમ તેજોવું રહ્યું.

Related posts

કમલેશ તિવારીની હત્યાના આરોપીઓ હત્યા બાદ પાંચ જુદા-જુદા શહેરમાં ગયા હતા, મોબાઈલનો પણ કરતા હતા અલગ ઉપયોગ

Arohi

ધર્મલોક-રાધા-કૃષ્ણનું દેહરાદૂનમાં આવેલું છે તેના કરીએ દર્શન

Dharika Jansari

ઝાકીર મૂસા બાદ આતંકનું નવું સરનામું બનેલા હામિદ લોનનું ઈન્ડિયન આર્મીએ ઢીમ ઢાળી દીધું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!