ભાજપને એકલા હાથે હરાવવાની ન તો કોંગ્રેસમાં એ કેપેસિટી છે ન ક્વોલિટી, આ કદાવર નેતાના કડવાબોલ

મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના અધ્યક્ષ અસદ્દુદ્દીન ઓેવૈસીએ કહ્યું હતું કે એકલે હાથે કોંગ્રેસ કદી ભાજપને હરાવી નહીં શકે. ન તો કોંગ્રેસમાં એ કેપેસિટી છે ન ક્વોલિટી છે. કોંગ્રેસે ભાજપને હરાવવા કોઇનો સાથ સહકાર લેવો અનિવાર્ય છે.

એક ટીવી ચેનલ પરના ઇન્ટરવ્યૂમાં ઓવૈસીએ કહ્યું કે બંને મુખ્ય રાષ્ટ્રીય પક્ષો એક જ મુદ્દા પર લડી રહ્યાં છે કે બંનેમાં સાચો હિન્દુ પક્ષ કયો છે  છેલ્લી વિધાનસભાઓનીચૂંટણીઓ વખતે રાહુલ ગાંધીએ ભાજપના નેતાઓ કરતાં વધુ મંદિરો મઠો અને સાધુ સંતોની મુલાકાત લીધી હતી. હવે કોંગ્રેસ પક્ષ સેક્યુલર રહ્યો નથી. એ પણ ભાજપની પેઠે હિન્દુ હોવાના વાઘાં સજી રહ્યો છે.

તેમણે ઉમેર્યું કે હાલ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચે એક વણલખી સ્પર્ધા ચાલી રહી છે. તમે બે મંદિરની મુલાકાત લીધી કે  સારું તો હું પાંચ મંદિરની મુલાકાત લઇશ. આમાં પ્રજાનાં કાર્યો ક્યાંથી થાય અને કોણ કરે એ વિચારવાનું છે.

ઓવૈસીએ ઉમેર્યું હતું કે હું એક સમયે દાયકા લગી યુપીએની સાથે હતો. કોંગ્રેસ પ્રમુખના ઘરે કેટલીય વાર ગયો હતો. પરંતુ એમની અસલિયત નજર સામે આવતાં મેં એ લોકોનો સાથ છોડી દીધો એટલે અત્યારે હવે મારી ટીકા કરે છે. કોંગ્રેસ મુસ્લિમ તરફી પક્ષ રહ્યો નથી. મુસ્લિમ પ્રજાએ આ સચોટ હકીકત સમજી લેવાની જરૂર છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter