GSTV
Home » News » અલ્પેશ સામે કોંગ્રેસ આકરા પાણીએ, સભ્ય પદ રદ કરાવવા કરી સૌથી મોટી કાર્યવાહી

અલ્પેશ સામે કોંગ્રેસ આકરા પાણીએ, સભ્ય પદ રદ કરાવવા કરી સૌથી મોટી કાર્યવાહી

congress suspend alpesh thakor

કોંગ્રેસમાં તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપનાર અલ્પેશ ઠાકોર સામે કોંગ્રેસે કાર્યવાહી હાથ ધરી છે. પક્ષ વિરોધી કામગીરી કરવા બદલ અલ્પેશને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ વિધાનસભા અધ્યક્ષને રજૂઆત કરશે. બળદેવજી ઠાકોર સહિતના આગેવાનો અલ્પેશનું ધારાસભ્ય પદ રદ્દ કરવા વિધાનસભા અધ્યક્ષને મળશે.

  • કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા સચીવ સમક્ષ અપીલ કરી
  • કોંગ્રેસ પક્ષ સામે આક્ષેપ લગાવવા બદલ અલ્પેશ ઠાકોર સામે કાર્યવાહી
  • બનાસકાંઠા અને મહેસાણામાં કોંગ્રેસના ઉમેદવાર સામે પ્રચાર કર્યો

ધારાસભ્ય અશ્વિન કોટવાલે જણાવ્યું હતું કે, કોંગ્રેસના સિમ્બોલ પર લડીને સમાજને નામે પોતાનું હિત સાચવ્યું છે. અલ્પેશ ભાઈ ઠાકોર પોતાના વ્યક્તિગત સ્વાર્થ ખાતર ચૂંટણીમાં કામગીરી કરી છે. ઠાકોર સેનાએ કોંગ્રેસને ખુલ્લેઆમ મદદ કરી છે. રાજ્યના કોઈ પણ બીજા જિલ્લામાં કોઈ અસર થઈ નથી.

અમારા બે ધારાસભ્ય ધવલસિંહ અને ભરતસિંહે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું ન હોવાથી તેમની સામે કોઈ કાર્યવાહી કરી શકાશે નહીં. અમે કોંગ્રેસે અલ્પેશનું સભ્યપદ રદ કરવા માટે કાર્યવાહી કરી છે. વિઘાનસભાના સચિવ સામે અપીલ કરી છે. જે અંતર્ગત હવે કાર્યવાહી હાથ ધરાશે. જે અપીલની સુનાવણી અધ્યક્ષ સમક્ષ ચાલશે.

આ અંગે બળદેવજી ઠાકોરે જણાવ્યું હતું કે, લોકસભા પહેલાં પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. તેઓ  કોંગ્રેસમાં રહ્યા નથી. ભાજપની તરફેણમાં અને કોંગ્રેસના ઉમેદવાર સામે જે ભાષણો કર્યા છે. તેની સીડીઓ સાથે પુરાવા રજૂ કરાયા છે. કોંગ્રેસ હંમેશાં સજજ છે.  કોંગ્રેસે તેમની પૂરતી તક આપી છે. કોંગ્રેસે એક જ વર્ષમાં અલ્પેશ ઠાકોરને સૌથી વધારે ઊંચાપદ પર બેસાડ્યા છે.

ઉલ્લેખનિય છે કે, ઠાકોર સેના દ્વારા અપાયેલા અલ્ટીમેટમ બાદ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પક્ષમાથી રાજીનામું આપ્યું હતું.
કોંગ્રેસ અલ્પેશને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા બાદ ધારાસભ્ય પદેથી હટાવવાની પ્રક્રિયા કોંગ્રેસ કરશે તેમ પણ ચર્ચા અગાઉ થઈ રહી હતી. બીજીતરફ કોંગ્રેસ વિરોધી પ્રચાર કરવાના મામલે પ્રદેશ કોંગ્રસ અલ્પેશ ઠાકોર મુદ્દે કેન્દ્રીય મોવડી મંડળને પણ ફરિયાદ કરી હતી.

અલ્પેશના પાસા પડ્યા ઉલ્ટા

અલ્પેશના જ સાથીદારો અને કોંગ્રેસના હાલના ધારાસભ્યોમાંથી ગેની બેન ઠાકોર, ચંદનજી ઠાકોર, ભરતજી ઠાકોરે કોંગ્રેસ છોડવાની વાત કરી હતી. પણ અંતનો સમય આવતા રાજીનામું ફક્ત એકલા અલ્પેશનું પડ્યું હતું. જેથી અલ્પેશની તમામ બાજી અને સોગઠાઓ ઉલટા સાબિત થયા છે. અલ્પેશની સાથે કોઈ હોય તો તે ધવલસિંહ ઝાલા છે. ધવલસિંહ ઝાલા હવે અલ્પેશની સાથે ખભેખભો મિલાવીને ચાલશે. બીજી તરફ અલ્પેશ ઠાકોરનું રાજકીય ભવિષ્ય ડામાડોળ થવાની સ્થિતિ પર આવી ગયું હતું.

અલ્પેશની હતી ખૂબ જરૂર

કોંગ્રેસને અલ્પેશની ખૂબ જરૂર હતી. કારણ કે થોડા સમય પહેલા જ કોંગ્રેસમાં જોડાયેલા અને ધારાસભ્ય બનેલા અલ્પેશ ઠાકોરના હાથમાં ઉત્તર ગુજરાતમાં વસતા ઠાકોર સેનાના મતો હતા, પણ હવે અલ્પેશના રાજીનામાની સાથે કોંગ્રેસ પાસેથી એ તમામ મતો જતાં રહ્યા.

Read Also

Related posts

ગુજરાતમાંથી 26માંથી 26 બેઠક જીત્યા બાદ રૂપાણીના કદમાં વધારો

Dharika Jansari

કોંગ્રેસ તો વિપક્ષમાંથી પણ ગઈ, વર્ષ 2014માં પણ કંઈક આવા હતા હાલાત

Arohi

ગુજરાતમાં 26માંથી 26… 25 બેઠકો પર તો 2014નો પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!