GSTV
Trending ટોપ સ્ટોરી

કોંગ્રેસની કારમી હાર બાદ રાજીનામાના દોરની શરૂઆત, ધડાધડ વિકેટો પડવા લાગી

ચૂંટણી પરિણામો આવ્યા બાદ હવે કોંગ્રેસમાં રાજીનામા આપવાની શરૂઆત થઈ ચૂકી છે. કર્ણાટક કોંગ્રેસ પ્રચાર સમિતિના અધ્યક્ષ એચ.કે.પાટીલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પત્ર લખી કહ્યું છે કે, આપણા સૌ માટે આત્મનિરીક્ષણ કરવાનો સમય છે. મને લાગી રહ્યું છે કે આ હારની જવાબદારી લેવી એ તમારું નૈતિક કર્તવ્ય છે. જેથી હું મારા પદ પરથી રાજીનામું આપુ છું. તો બીજી તરફ કર્ણાટક કોંગ્રેસના નેતાઓની બેઠકનો દોર પણ ચાલી રહ્યો છે.

કર્ણાટકના ઉપમુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા જી. પરમેશ્વરે પોતાના નિવાસસ્થાને પાર્ટી નેતાઓની એક બેઠક બોલાવી છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ દિનેશ ગુંડુ રાવ, એમ બી પાટીલ અને અન્ય નેતાઓ પણ સામેલ થયા છે. જણાવી દઈએ કે હાલમાં જ કેન્દ્રિય મંત્રી ડીવી સદાનંદ ગૌડાએ દાવો કર્યો હતો કે, લોકસભા ચૂંટણીના પરિણામ બાદ કર્ણાટકમાં કોંગ્રેસ જેડીએસની ગઠબંધન સરકાર પડી જશે. આ વિશે પૂછવા પર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે, હાલ કોંગ્રેસ જેડીએસ ગઠબંધન સરકારને કોઈ પણ પ્રકારનો ખતરો નથી.

યોગેન્દ્ર મિશ્રાનું પણ રાજીનામું

આ ચૂંટણી પરિણામોમાં યુપી કોંગ્રેસમાં પણ હલચલ વધી ચૂકી છે. અમેઠી જિલ્લા કોંગ્રેસ કમિટિના અધ્યક્ષ યોગેન્દ્ર મિશ્રાએ પણ રાજીનામું આપ્યું છે. યોગેન્દ્રએ આ હારની જવાબદારી ખુદ સ્વીકારી છે. જણાવી દઈએ કે અમેઠી લોકસભા સીટ પર ભાજપની સ્મૃતિ ઈરાનીએ 55,120 મતોના અંતરથી રાહુલ ગાંધીને હરાવ્યા છે. રાહુલ ગાંધીને 4,13,394 મત જ્યારે સ્મૃતિ ઈરાનીને 4,68,514 મત મળ્યા છે. જો કે રાહુલે કેરળની વાયનાડ સીટ પર 7,06,367 મતોથી જીત હાંસિલ કરી છે.

રાજ બબ્બરની રજૂઆત

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની મોટી હાર બાદ યુપી કોંગ્રેસના અધ્યક્ષ રાજ બબ્બરે રાજીનામાની રજૂઆત હાઈ કમાનને કરી. યુપીની 80 બેઠકમાંથી માત્ર એક બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે. રાયબરેલી બેઠક પર સોનિયા ગાંધીની જીત થઈ છે. જ્યારે બાકીની તમામ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની કારમી હાર થઈ છે. હારના કારણે રાજ બબ્બરે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને રાજીનામું સોંપ્યુ છે. ચૂંટણીમા તેઓ ખુદ ફતેપુર સીકરી બેઠક પરથી હારી ગયા. તેઓ ભાજપના ઉમેદવાર રાજકુમાર ચાહર વિરૂદ્ધ ચૂંટણી મેદાનમાં હતા. આ બેઠક પરથી રાજકુમાર ચાહરની ત્રણ લાખ મતથી જીત થઈ છે. મહત્વપૂર્ણ છે કે, યુપીમાં કોંગ્રેસે પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાને મહત્વની જવાબદારી સોંપી હતી. તેમ છતા યુપીમાં કોંગ્રેસનો સફાયો થયો છે.

ઉલ્લેખનીય છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 300થી વધારે બેઠકો મળી અને તેણે ફરી એકવાર ઐતિહાસિક બહુમતી સાથે સરકાર બનાવી દીધી હતી. પીએમ નરેન્દ્ર મોદીની ચૂંટણી ત્સુનામીમાં વિપક્ષ ધ્વંસ થઈ ગયું હતું. આ ચૂંટણીનું એ જ કારણ છે કે ત્રણ રાજ્યોને છોડતા તમામ જગ્યાએ દેશ મોદીમય થઈ ગયું હતું. 1971 બાદ આ બીજી વખત છે કે કોઈ પ્રધાનમંત્રીના નેતૃત્વમાં તેમની પાર્ટી કેન્દ્રમાં સતત બીજી વખત સત્તામાં આવી હોય.

READ ALSO

Related posts

શેર બજારમાં અવિરત ઐતિહાસિક તેજી : સેન્સેક્સ નિફટી નવા શિખર પર પહોંચ્યા

Padma Patel

ગુજરાત કોંગ્રેસ! વિધાનસભા વિપક્ષના નાયબ નેતા ને મુખ્યદંડકની નિમણૂકના ઠેકાણા નથી, રવિવારે કોંગ્રેસના વિધાનસભ્યોની ચિંતન શિબિર

pratikshah

BIG NEWS! સિદ્ધુ મૂસેવાલાની હત્યાના માસ્ટરમાઇન્ડ ગેંગસ્ટર ગોલ્ડી બરારની કેલિફોર્નિયામાંથી ધરપકડ,

pratikshah
GSTV