GSTV

કર્ણાટકના રાજકારણમાં હલચલ તેજ, કોંગ્રેસે ધારાસભ્યોની બેઠક બોલાવી

Last Updated on May 27, 2019 by Mansi Patel

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ-જેડીએસની હાર બાદ કર્ણાટકમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. આ હલચલ ત્યારે તેજ થઈ ગઈ જ્યારે રવિવારે કોંગ્રેસનાં બે બળવાખોર ધારાસભ્યોએ બીજેપી નેતા એસએમ કૃષ્ણા સાથે મુલાકાત કરી હતી. દરમ્યાન કોંગ્રેસના રાજ્ય એકમ બેંગલુરૂમાં 29 મેએ કોંગ્રેસ ધારાસભ્યો દળની બેઠક બોલાવવામાં આવી હતી.

આ બેઠકમાં કોંગ્રસનાં વરિષ્ઠ નેતા  અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, ઉપમુખ્યમંત્રી જી પરમેશ્વર અને કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટી અધ્યક્ષ દિનેશ ગુંડૂ રાવ પણ હાજર રહેશે. 224 સદસ્યો વાળી કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસની પાસે હાલમાં 79 ધારાસભ્યો છે. જ્યારે JDSના ધારાસભ્યોની સંખ્યા 37 છે.

ગયા વર્ષે કર્ણાટકમાં BJPને સૌથી વધારે 104 સીટો મળી હતી. પરંતુ BJP બહુમતી સાબિત ન કરી શકવાને કારણે કોંગ્રેસ અને JDS સાથે મળીને કર્ણાટકમાં સરકાર ચલાવી રહ્યા છે. હાલમાં થયેલી લોકસભા ચૂંટણી દરમ્યાન કોંગ્રેસ અને જેડીએસનાં ઘણા નેતા એકબીજા ઉપર આરોપ-પ્રત્યારોપ મૂકતા દેખાયા હતા. બંને પાર્ટીઓ વચ્ચેની ખટપટને લીધે BJPને ફાયદો થયો છે. જેને કારણે લોકસભામાં BJPને 28માંથી 25 સીટો મળી છે.

READ ALSO

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!