GSTV

રણનીતિકાર પ્રશાંત કિશોરની ભવિષ્યવાણી: જો કોંગ્રેસ માનતી હોય કે ભાજપ જલ્દી સત્તા પરથી હટી જશે તો તે તેમની મિથ્યા છે! રાહુલ જાણે છે મોદીની તાકાત

Last Updated on October 28, 2021 by pratik shah

ચૂંટણીની રણનીતિ બનાવવા માટે જાણીતા પ્રશાંત કિશોરનુ એક નિવેદન રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યુ છે. પ્રશાંત કિશોરે એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યુ છે કે, ભાજપ ભારતીય રાજકારણમાં આગામી દાયકાઓ સુધી સત્તા પર રહેશે. રાહુલ ગાંધી જે સમજે છે તેવુ થવાનુ નથી.

મોદીને હરાવવા હોય તો પહેલા તેમની તાકાતનો અંદાજો લગાવવો જરૂરી

તેમને લાગે છે કે, લોકો બહુ જલ્દી નરેન્દ્ર મોદીને સત્તા પરથી હટાવી દેશે પણ એવુ નથી. મોદીને હરાવવા હોય તો પહેલા તેમની તાકાતનો અંદાજો લગાવવો જરૂરી છે. મોટાભાગના લોકો તેમની તાકાત સમજવા માટે સમય નથી આપી રહ્યા.

પીએમ મોદીની એવી કઈ બાબતો છે જે તેમને લોકપ્રિય બનાવી રહી છે તે સમજવાની પહેલા જરૂર છે અને જ્યાં સુધી આ સમજ નહીં પડે ત્યાં સુધી પીએમ મોદીને કાઉન્ટર કરવા મુશ્કેલ છે.

BJP vs CONGRESS

ભાજપ રાજકારણમાંથી કશે જવાની નથી

ગોવામાં ટીએમસી દ્વારા યોજાયેલા એક ચૂંટણી કાર્યક્રમમાં પ્રશાંત કિશોર પહોંચ્યા હતા. જ્યાં તેમણે આ વાત કહી હતી. તેમણે કહ્યુ હતુ કે, લોકો પીએમ મોદીથી નારાજ છે તેવા ભ્રમમાં ફસાવાની જરૂર નથી. કદાચ એવુ બને કે મોદીને લોકો સત્તામાંથી બહાર પણ કરી દે. છતા ભાજપ રાજકારણમાંથી કશે જવાની નથી. આ માટે દાયકાઓ સુધી રાહ જોવી પડશે.

READ ALSO

Related posts

રાજકીય હલચલ / હરિયાણાના મુખ્યમંત્રીને મળ્યા કેપ્ટન અમરિંદરસિંહ, અનેક મહત્વના મુદ્દે થઈ ચર્ચા

Zainul Ansari

અમેરિકાએ કહ્યું- નવા વેરિઅન્ટની માહિતી ભેગી કરવામાં બે અઠવાડિયા લાગશે, પરંતુ જરૂરી છે બૂસ્ટર શોટ

Vishvesh Dave

શિયાળુ સત્ર / Bitcoinને લઈ નિર્મલા સિતારમણનું મોટું નિવેદન, કહ્યું- સરકાર બિટકોઈન લેવડ-દેવડ…

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!