GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

પોલીસ ગ્રેડ પે મુદ્દે રાજકારણ ગરમાયુ : કોંગ્રેસે સરકાર પર કર્યો હુમલો, જવાળામુખી સમાન ગણાવ્યો મુદ્દો

પોલીસ ગ્રેડ પે

હાલ રાજ્યમાં પોલીસ ગ્રેડ પેનો મુદ્દો ગરમાયેલો છે. પોલીસ પરિવાર દ્વારા આ મામલે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતા. જોકે સરકાર સાથે વાત થતા આંદોલન સમેટાઈ ગયું હતું. જોકે ફરીવાર આ મુદ્દો ચગ્યો છે. ચૂંટણી નજીક આવતા આ મુદ્દે હવે રાજકારણ પણ શરૂ થઈ ગયુ છે. ગતરોજ કેજરીવાલે આ મુદ્દે નિવેદન આપ્યું હતું. ત્યારે હવે તેમા કોંગ્રેસ પણ કૂદી ગઈ છે અને આ મુદ્દો સરકાર માટે જવાળામુખી સમાન ગણાવ્યો છે.

પોલીસ ગ્રેડ પે

પોલીસના ગ્રેડ પેનો મુદ્દો ગરમાયેલો છે ત્યારે આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે ગ્રેડ પેનો મુદ્દો સરકાર માટે જ્વાળામુખી સમાન છે. પોલીસ જવાનોના ગ્રેડ પે માટે તેમના પરિવારોએ ઉપવાસ પર બેઠવું પડે ત્યારે આ સરકાર વાતચીતથી સમાધાન થાય તે પક્ષમાં નથી.

ગ્રેડ પે વધારવાના મૂડમાં નથી સરકાર

રાજ્યમાં ફરી એક વખત ગ્રેડ પેએ ચર્ચા જગાવી છે. ત્યારે મળતી માહિતી મુજબ રાજ્ય સરકાર પોલીસ ગ્રેડ પેમાં વધારો કરવાના મૂડમાં નથી. પરંતુ અન્ય ભથ્થાઓ વધારવાની સરકાર તૈયારી કરી રહ્યું હોવાનુ મનાય છે. ગ્રેડ પેને લઈને અમદાવદ અને ગાંધીનગર ખાતે પોલીસ પરિવારે આંદોલન કર્યુ હતુ. જોકે સરકારે પોલીસ પરિવાર સાથે બેઠક કરી હતી અને આંદોલન સમેટાયુ હતુ.

ગ્રેડ પે

જોકે હાલમાં જ નાણાં વિભાગ સાથેની ગૃહ વિભાગની એક મહત્વની બેઠક યોજાઈ હતી. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે નાણા વિભાગ દ્વારા પોલીસ કર્મચારીઓના એલાઉન્સ વધારવા માટેની તમામ તૈયારીઓ દાખવી છે જો કે સરકાર પોલીસ પે ગ્રેડ આપવા જાય તો સરકાર ને આર્થિક બોઝો પડી શકે તેમ છે. જેથી એલાઉન્સ આપવામાં માટે નાણાં વિભાગે તૈયારી દાખવી છે. જેથી ગૃહ વિભાગે પણ પોલીસને મળતા એલાઉન્સ નો અભ્યાસ કરીને કેટલો વધારો કરવો જોઇએ તેની બ્લ્યૂ પ્રિન્ટ તૈયાર કરી. તેમજ ગૃહરાજ્ય પ્રધાન અને મુખ્યપ્રધાનને બતાવી સૂચન લીધુ હતુ. જોકે સીએમ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ સરકાર જાહેરાત કરી શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

અશોક ગેહલોતને સત્તા ટકાવી રાખવા માટે ભાજપનું સમર્થનઃ મંત્રીઓ અમિત શાહના સંપર્કમાં

pratikshah

BIG BREAKING: ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની પ્રથમ સીઝનના સ્પર્ધક કોમેડિયન પરાગ કંસારાનું નિધન

pratikshah

મોટી દુર્ઘટના/ અરુણાચલ પ્રદેશના તવાંગમાં સેનાનું ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ, પાયલટનું થયું મોત

HARSHAD PATEL
GSTV