GSTV
Home » News » જસદણના આ ઉમેદવારને અતિ વિશ્વાસ અમે જ જીતીશું, આજે થઈ જશે ફેંસલો

જસદણના આ ઉમેદવારને અતિ વિશ્વાસ અમે જ જીતીશું, આજે થઈ જશે ફેંસલો

ભાજપ અને કોંગ્રેસ માટે ખૂબ જ પ્રતિષ્ઠા નો પ્રશ્ન બનશે જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી ની મતગણતરી આવતીકાલે થશે રવિવારે સવારે 11 વાગ્યે ખબર પડી જશે કે કોણ જીતશે કોંગ્રેસના અવસરના નાકિયા નો છકડો વિધાનસભા સુધી પહોંચે છે કે કેમ તે જવાનું ખૂબ જ રસપ્રદ બનશે અગાઉ ભાજપના ઉમેદવાર અને કેબિનેટ મંત્રી કુવરજી બાવળિયાએ મતદાન પૂરું થયા બાદ મીડિયા સાથેની વાતચીતમાં જીતનો દાવો અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો એટલું નહીં તેઓએ કટાક્ષ કરતાં કહ્યું હતું કે અવસર નાકિયા મારો ચેલો હતો. તે છકડો રીક્ષા ચલાવે છે ચૂંટણી પછી પણ તેમણે છકડો ચલાવવાનો પોતાનો આ વ્યવસાય ચાલુ જ રાખવો પડશે.

નાકિયાએ જીએસટીવી સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે ભાજપને ઘરભેગી કરી દઇશું. અમે જીતવાના જ છીએ. અમે 10 હજારની લીડથી જતવાના છીએ . બાવળિયાએ પણ આ ચૂંટણીમાં અમે જ જીતીશું. કોંગ્રેસના દાવાઓ ખોટા ઠરશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભાજપના નેતા ભર બોધરાએ પણ ભાજપ 25 હજારની લીડથી જીતશે તેવા દાવાઓ કર્યા હતા.

કોંગ્રેસના નેતાઓએ પણ વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે જો એક ચા વેચવા વાળો વડાપ્રધાન બની શકતો હોય તો પછી છકડો રીક્ષા ચલાવવા વાળો ધારાસભ્ય કેમ ન બની શકે આવતીકાલે થનારી ગણતરી પહેલા આજે શનિવારે કોંગ્રેસના ગુજરાતના ટોચના નેતાઓની બેઠક જસદણમાં મળી હતી. તેઓએ આ બેઠકમાં કયા બૂથ પરથી કેટલું મતદાન થયું તેની વિગત મેળવીને સમગ્ર ચૂંટણીની સમીક્ષા કરી છે. ત્યારબાદ કોંગ્રેસના નેતાઓ પોતાની જીત માટે ખૂબ જ વિશ્વાસ ધરાવી રહ્યા છે. 

ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયા જો હારી જશે તો ભાજપની નેતાગીરી હાર ની સંપૂર્ણ જવાબદારી બાવળિયા પર જોડી દેશે તેમજ કહી દેશે કે આ ભાજપની હાર નથી પરંતુ કુવરજી ની વ્યક્તિગત હાર છે. જસદણની પેટા ચૂંટણીનો જંગ કોણ જીતશે તે અંગે રાજ્યભરમાં લોકો જુદી જુદી ચર્ચા કરીને અનુમાન લગાવી રહ્યા છે.

Related posts

સુરત : મૃત્યુ પામેલા ત્રણ વિદ્યાર્થીઓ ધોરણ 12માં પાસ, પણ પરિણામ જોઈ કોઈને ખુશી ન થઈ

Mayur

બિલાડીના ટોપની માફક ફૂટી નીકળેલા ટ્યુશન ક્લાસિસોમાં સેફ્ટીના નામે મીંડુ, ગુજરાતભરમાં તંત્ર દ્વારા કાર્યવાહીની શરૂઆત

Arohi

સુરત અગ્નિકાંડ: કલાસિક સેન્ટરમાં દોસ્તોને બળતાં જોઈ વિદ્યાર્થીએ લીધો આ નિર્ણય

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!