GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

દેશ પાસે માફી માગે મોદી: ચીનની પીછેહટ પર કોંગ્રેસે કર્યો ઘેરાવ, દેશની જનતાને સંબોધી સચ્ચાઈ બતાવે મોદી

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે આજે થોડી રાહત ભરી ખબર આવી રહી છે. ભારત તરફથી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે મોર્ચો સંભાળતા ચીની સમકક્ષ સાથે વાત કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, રાતે લગભગ બે કલાક સુધી વાત ચીત થયા બાદ ચીનની સેનાએ ગલવાન ઘાટીમાંથી પીછેહટ કરવા મજબૂર બન્યુ હતું. ત્યારે હવે આ મામલે કોંગ્રેસ વડાપ્રધાન મોદી પર પ્રહારો કરવાનું શરૂ કર્યુ છે.

કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ સોમવારના રોજ વડાપ્રધાન મોદી પાસે માફી માગવાની વાત કહી છે. ખેડાએ કહ્યુ હતું કે, મોદી પોતાના જૂના નિવેદનોને લઈ માફી માગી, જેમાં તેમણે કહ્યુ હતું કે, ચીન આપણી સરહદમાં નથી ઘૂસ્યૂ.

કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા

મહત્ત્વની વાત એ છે કે, ચીને એક સત્તાવાર નિવેદન જાહેર કરીને કબૂલ્યું છે કે તેણે ભારત સાથે વધતા તણાવને ઘટાડવા માટે પોતાની સેના પાછી લેવાનો નિર્ણય લીધો છે. પેટ્રોલીંગ પોઇન્ટ 14 પર બંને દેશોના સૈનિકો સામ-સામે હતા, જ્યાંથી બંને દેશોના સૈનિકો થોડા કિલોમીટર પાછળ સરકી ગયા છે. હવે કોંગ્રેસે આ મામલે નવી માંગ મૂકી છે. કોંગ્રેસનું કહેવું છે કે વડા પ્રધાને પાછલા નિવેદનમાં માફી માગવી જોઈએ અને વડા પ્રધાન કે સંરક્ષણ પ્રધાને પોતે દેશની જનતા સમક્ષ આવીને સ્પષ્ટ કરવું જોઈએ કે, હાલમાં લદ્દાખની સ્થિતિ શું છે.

કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડા અહીંથી અટક્યા નહોતા. તેમણે કહ્યું હતું કે, ‘પીએમ મોદીએ આ તકનો લાભ લેવો જોઈએ …. રાષ્ટ્રને સંબોધન કરવું જોઈએ, દેશને વિશ્વાસમાં લેવો જોઈએ, દેશની માફી માંગવી જોઈએ …. હા કહે કે મેં ભૂલ કરી છે. મેં તમને ગેરમાર્ગે દોર્યા છે અથવા તેઓ અન્ય શબ્દોનો ઉપયોગ કરી શકે છે કે ,મારા આકલનમાં હું ખોટો હતો. ‘

પીએમ મોદીને જૂના નિવેદનને લઈ કર્યો ઘેરાવ

હકીકતમાં જોઈએ તો, 5 મેથી પૂર્વી લદ્દાખ ક્ષેત્રના ગાલવાન ખીણમાં બંને દેશો વચ્ચે ટકરાવની સ્થિતિ છે. 15 જૂને બંને દેશોના સૈનિકો વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો હતો અને બંને દેશોને નુકસાન પહોંચ્યું હતું. તે પછી પીએમ મોદીએ એક નિવેદન આપ્યું હતું. હવે કોંગ્રેસે પીએમ મોદીને તેમના જૂના નિવેદન માટે માફી માંગવા કહ્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે ન તો કોઈ ભારતીય ક્ષેત્રમાં ઘૂસ્યુ છે અને ન કોઈએ ભારતીય સીમા પર કબ્જો કર્યો છે.

READ ALSO

Related posts

AIIMS Recruitment 2020: નર્સિંગ માટે નિકળી 4000 જગ્યાઓની ભરતી, આવી રીતે કરો અરજી

Pravin Makwana

રાજસ્થાનમાં રાજકીય સંકટ વચ્ચે CM ગેહલોત પહોંચ્યાં જેસલમેર, ભાજપના નેતાઓ ઉપર સાધ્યું નિશાન

Mansi Patel

અખિલેશ બાદ માયાવતી પણ કરશે બ્રાહ્મણોને ખુશ, સત્તામાં આવશે તો પરશુરામની પ્રતિમા લગાવશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!