GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

CBSEના અધ્યક્ષ કરવાલ પુસ્તકનું પ્રમોશન કરતા હતાં અને બીજી તરફ પ્રશ્ન૫ત્ર વેંચાતા હતાં !

CBSE નું પેપર લીક થતા કોંગ્રેસે સરકારને ઘેરી છે. કોંગ્રેસે સરકાર પર વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવાનો આરોપ લગાવ્યો. સાથે જ માનવ સંસાધન વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકર અને CBSE ના ચેરપર્સન અનીતા કરવાલનું રાજીનામુ માંગ્યું છે. અને સુપ્રીમ કોર્ટના જજ પાસે તપાસની માંગ કરી છે.

CBSE નું દસમી અને બારમીનું પેપર લીક થતા જ કોંગ્રેસે નરેન્દ્ર મોદી સરકાર માથે માછલા ધોયા છે. દેશના યુવાનોનું ભવિષ્ય અંધકારમાં નાખવાનો આરોપ લગાવતા કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું કે પહેલા વ્યાપમ કૌભાંડ અને એસએસસીની પરીક્ષામાં ગોટાળાને કારણે યુવાનોના ભાવિ સાથે ચેડા કરાયા અને હવે બોર્ડના વિદ્યાર્થીઓના ભાવિ સાથે ખીલવાડ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારની રહેમનજર હેઠળ ફૂલ્યા ફાલ્યા શિક્ષણ માફીયાઓ યુવાનોના ભાવિ સાથે ચેડા કરે છે. સુરજેવાલાએ પીએમ મોદીને સવાલ કર્યો કે શું એક્ઝામ વોરિયર હવે ચિટીંગ વોરિયર થઈ ગયા છે..?

કોંગ્રેસે એવો પણ સવાલ કર્યો કે શા માટે મોદી અને તત્કાલીન માનવ સંસાધન વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ CBSE ના અધ્યક્ષ જેવું મહત્વનું પદ બે વર્ષ સુધી ખાલી રાખ્યું. જુલાઈ 2016માં આ પદ પર આર.કે.ચતુર્વેદીની નિયુક્તિ કરાઈ હતી પણ બાદ તેમની હટાવી સપ્ટેમ્બર 2017માં ગુજરાતના આઈએએસ અનિતા કરવાલની નિયુક્તિ કરી દેવાઈ. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે જ્યારે CBSE ની પરીક્ષા ચાલતી હતી ત્યારે અનિતા કરવાલ અમદાવાદમાં પોતાની પુસ્તકનું પ્રમોશન કરવામાં વ્યસ્ત હતાં.

કોંગ્રેસે અનિતા કરવાલ અને માનવ સંસાધન વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકરનું રાજીનામુ માંગ્યું છે.. અને સુપ્રીમ કોર્ટના જજ પાસે તપાસની માંગ કરી છે.  કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો કે બાયોલોજી, કેમેસ્ટ્રી અને અંગ્રેજી પેપર પણ સોશિયલ મીડિયા પર લીક થયા હતા. FIR દાખલ થયા બાદ CBSE એ સ્વીકાર્યું છે કે ત્રણ પેપર લીક થયા હતા. CBSE બોર્ડે ક્રાઈમ બ્રાન્ચમાં કેસ દાખલ કરવાની સાથે એસઆઈટીની રચના કરી તપાસ સોંપી છે.

Related posts

વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારની પસંદગી પ્રક્રિયા માત્ર દેખાડો, આ પક્ષમાં બધું ય છે નક્કી

pratik shah

હોટ-સ્પોટ બની રહેલા પશ્ચિમના વિસ્તારો, શહેરમાં વાયરસનું જોર ઘટ્યું છેલ્લા 24 કલાકમાં 162 કેસો નોંધાયા

pratik shah

શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય: ધો.10-12ની પૂરક પરીક્ષાઓ જુલાઈમાં નહી લેવાય, વધતા કેસો વચ્ચે સપ્ટેમ્બર સુધી શક્ય નથી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!