એક તરફ સરકાર વંદે ગુજરાતનો અલગ-અલગ વિસ્તારમાં પ્રચાર કરી રહી છે, ત્યારે કુપોષણ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ પોતાની આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. મનિષ દોશીએ આક્ષેપ કર્યો કે કરોડો રૂપિયાની જાહેરાત કરવા કરતા સરકારે આ રૂપિયા બાળકો પાછળ ખર્ચવા જોઈએ. ગામડાઓમાં કરોડો રૂપિયાના ખર્ચે એલઈડી રથ ફરી રહ્યા છે, પરંતુ કુપોષિત બાળકો પ્રત્યે ધ્યાન આપવામાં સરકાર નિષ્ફળ નીકળી છે તેવો કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ આક્ષેપ કર્યો હતો.

આમ આદમી પાર્ટીએ કર્યો હુમલો
ગુજરાતમાં ભાજપ સરકારના સુશાસનના 20 વર્ષ અંતર્ગત વંદે ગુજરાત વિકાસયાત્રા પર આમ આદમી પાર્ટીએ સવાલ ઉઠાવ્યા છે અને ભાજપ વિકાસ યાત્રા અને વિકાસ રથના નામે જનતાને ભ્રમિત કરી રહી હોવાનો આરોપ લગાવ્યો છે. ભાજપ માત્ર વચનો આપે છે અને પછી તે વચનોની વિરુદ્ધ કામ કરતી હોય છે.

આપ નેતા ઈસુદાન ગઢવીએ આરોપ લગાવતા કહ્યું કે ભાજપે કુપોષણ મુક્ત ગુજરાતનું વચન આપ્યું હતું, જ્યારે આજે ગુજરાતમાં ત્રણ લાખથી વધુ બાળકો કુપોષિત છે. ભાજપ સત્તામાં આવ્યા બાદ માત્ર ભાજપના નેતાઓ અને ભાજપ કાર્યાલયનો જ વિકાસ થયાનો પણ ઈસુદાન ગઢવીએ આરોપ લગાવ્યો. ગુજરાતમાં એક કરોડથી વધુ ગુજરાતીઓ બીપીએલ કેટેગરીમાં આવે છે. એક કરોડથી વધુ લોકો ઝુંપડપટ્ટીમાં રહે છે તેવો પણ આરોપ આમ આદમી પાર્ટીએ લગાવ્યો.
મુખ્યમંત્રીએ વિકાસયાત્રાનો કરાવ્યો પ્રારંભ
ગુજરાત સરકારના સુશાસનના 20 વર્ષની ઉજવણીના ભાગરૂપે વંદે ગુજરાત વિકાસ યાત્રાનો પ્રારંભ થયો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મંગળવારે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતેથી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો પ્રારંભ કરાવ્યો. યાત્રા માટે કુલ 82 વિકાસ રથ તૈયાર કરવામાં આવ્યા છે જે સમગ્ર રાજ્યમાં ફરી સરકારની સિદ્ધિઓને નાગરિકો સુધી પહોંચાડશે.

વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત રાજ્યભરમાં કુલ અઢી હજારથી વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાત દેશના ગ્રોથ એન્જિન તરીકે આગળ વધી રહ્યું છે. ગાંધી અને સરદારની ભૂમિ પર સ્વરાજ્યમાંથી સુરાજ્ય આવ્યું છે. 20 વર્ષમાં લોકોએ મુકેલા વિશ્વાસને વિકાસથી પરત આપ્યો છે. આરોગ્ય હોય કે શિક્ષણ કે પછી પ્રવાસન હોય. દરેક ક્ષેત્રે ગુજરાતના વિકાસની યાત્રા અવિરતપણે આગળ ધપી રહી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.
READ ALSO
- રિઝર્વ બેન્કે રેપો રેટમાં વધારો કર્યા બાદ આ બેંકે પણ પોતાના ગ્રાહકો પર વધારી દીધો લોનનો બોજ
- નશાનો કારોબાર/ વડોદરામાં કેમિકલ ફેક્ટરીના નામે ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી પર ગુજરાત ATSના દરોડા, ઝડપાયું 200 કરોડનું ડ્રગ્સ
- PF એકાઉન્ટ હોલ્ડર્સને મળી રહ્યો છે 7 લાખ રૂપિયાનો ફાયદો! જાણો તમે કેવી રીતે લઇ શકો છો લાભ
- ગુજરાતમાં શરૂ થશે ચોમાસાનો નવો રાઉન્ડ : આગામી 5 દિવસ જામશે વરસાદી માહોલ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
- બિપાશા બાસુએ બોલ્ડ અંદાજમાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી, 43 વર્ષની ઉંમરે એક્ટ્રેસ બનશે માતાઃ ફોટો જોતાં તમે પણ આહ પોકારી જશો