કોંગ્રેસે ભાજપને પૂછ્યાં એ 5 સવાલો જે ક્યારેક મોદીએ પૂછ્યાં હતાં

રાજનીતિમાં સમય ક્યારે કયા પક્ષ તરફ જતો રહે અને ક્યારે કયા પક્ષની વિપરીત થઇ જાય તેની આગાહી કરવામાં મોટા-મોટા રાજકીય પંડિતો પણ નિષ્ફળ નિવડ્યા છે. મોદી સરકાર પહેલા જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે ભાજપ તરફથી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતાં. આજે આ પ્રશ્નોના જવાબ કોંગ્રેસ ભાજપ પાસે માંગી રહીં છે. કોંગ્રેસે કહ્યું કે, 56 ઈંચની છાતીવાળા નરેન્દ્ર મોદી માત્ર કાગળ પર જ સિંહ છે.

કોંગ્રેસે પત્રકાર પરિષદમાં લોકસભા ચૂંટણી 2014 દરમ્યાનનો એક વીડિયો ચલાવ્યો. અને નરેન્દ્ર મોદીએ જે સવાલો કોંગ્રેસને પૂછ્યા તે જ સવાલ કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ ફરીથી દોહરાવ્યા.

પ્રથમ પ્રશ્ન: જ્યારે દેશની સરહદ સરકારના ક્ષેત્રમાં છે તો સરહદ પર આતંકવાદીઓ પાસે દારૂગોળો ક્યાથી આવે છે?

બીજો પ્રશ્ન: જ્યારે ભારત સરકારની નજર સમગ્ર દેશના વ્યવહાર પર છે. તો આતંકવાદીઓ પાસે નાણાં ક્યાથી આવી રહ્યાં છે?

ત્રીજો પ્રશ્ન: જ્યારે દેશની સારી સુરક્ષા સરકારના હાથમાં છે. તો આતંકવાદી કેવીરીતે ઘુસણખોરી કરી રહ્યા છે?

ચોથો પ્રશ્ન: આતંકવાદીઓની વાતચીત પર અંકુશ કેમ લગાવવામાં આવતો નથી? જ્યારે બધી સંચાર વ્યવસ્થા ભારતના હાથમાં છે?

પાંચમો પ્રશ્ન: જો આતંકવાદી વિદેશમાં બેઠા છે તો તેમને પ્રત્યાર્પણના માધ્યમથી ભારત પરત કેમ બોલાવવામાં આવતા નથી?

ભારતીય સેનાના કેમ્પ પર સતત આતંકી હુમલા થયા બાદ જમ્મુ-કાશ્મીરનો આતંકવાદી મુદ્દો ફરી એક વખત રાજકીય દ્રષ્ટિએ ચર્ચાનો વિષય બન્યો છે. સુજવા અને કરણનગરમાં થયેલા આતંકી હુમલા સંદર્ભે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યા હતાં. રાહુલે ટ્વિટ કરી લખ્યું કે, પીડીપી અને  ભાજપના તકવાદી ગઠબંધનની સજા આખો દેશ ભોગવી રહ્યો છે. જોકે, વાસ્તવિકતા એ છે કે સરકાર પાસે કાશ્મીર મુદ્દે કોઈ નીતિ નથી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter