GSTV
Home » News » ગુજરાતમાં મોદીના ભાષણ સામે કોંગ્રેસના અર્જુંન મોઢવાડિયાની ચૂંટણી પંચમાં ફરિયાદ, મૂકયો આ આરોપ

ગુજરાતમાં મોદીના ભાષણ સામે કોંગ્રેસના અર્જુંન મોઢવાડિયાની ચૂંટણી પંચમાં ફરિયાદ, મૂકયો આ આરોપ

નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કરેલી ચૂંટણી સભા દરમિયાન આપેલા નિવેદનને લઈને ચૂંટણી પંચમાં ફરિયાદ થઈ છે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ નરેન્દ્ર મોદી સામે આદર્શ આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ કરાવી છે. ગઈકાલે નરેન્દ્ર મોદીએ જૂનાગઢમાં ચૂંટણી સભા દરમિયાન ફસ્ટ ટાઈમ વોટરને અપીલ કરતા કહ્યું હતું કે, આપનો પહેલો મત પુલવામામાં શહીદ થયેલા તે જવાનોના નામે સમર્પિત થઈ શકે કે કેમ.

શું પહેલો વોટ બાલકોટમાં એરસ્ટ્રાઈક કરનારા જવાનોના નામે સમર્પિત થઈ શકે કે નહીં. આમ, નરેન્દ્ર મોદીએ ફ્સ્ટ ટાઈમ વોટર્સ પાસે એરસ્ટ્રાઈક અને પુલવામાં હુમલાના શહીદો માટે વોટ માંગ્યો હોવાનો આક્ષેપ લાગ્યો છે અને અર્જુન મોઢવાડિયાએ ચૂંટણી પંચમાં નરેન્દ્ર મોદી સામે આદર્શ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે.

Read Also

Related posts

કમલેશ તિવારી હત્યાકાંડ : બંને આરોપીના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કરાયા

Mansi Patel

ચાલુ મેચમાં રવિ શાસ્ત્રીએ મારી લીધી ઝબકી, સોશિયલ મીડિયા પર લોકોએ કેટલી મજા લીધી જાતે જ જોઇ લો

Bansari

સાંસદો, ધારાસભ્ય અને પોલીસના બોગસ આઈડીકાર્ડ પર ટોલટેક્સ ન ભરતા દબંગો પર તવાઈ, 80 ઝડપાયા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!