કેન્દ્ર સરકારે બુધવારે લોકસભામાં એવો દાવો કર્યો હતો કે, કૃષિ મંત્રાલય પાસે ખેડૂત આંદોલનના કારણે કોઈ ખેડૂતનું મૃત્યુ થયું હોવાનો કોઈ જ રેકોર્ડ નથી. કેન્દ્ર સરકારના આ નિવેદન પર ખેડૂત નેતાઓએ નારાજગી વ્યક્ત કરી છે. આ તરફ ખેડૂતોના મૃત્યુ મામલે કોંગ્રેસે પણ સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસી પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે, તોમર સાહેબ, નિષ્ફળતા છુપાવવા માટે આટલું મોટું જુઠાણુ! જ્યારે સચ્ચાઈ એ છે કે, 2020માં 10,677 ખેડૂતોએ આત્મહત્યા કરી.