કોંગ્રેસમાં છું અને કોંગ્રેસમાં જ રહીશ, મારી પત્ની કે પરિવારના સભ્યો રાજકારણમાં નહીં જોડાય : અલ્પેશ

કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની પક્ષ પલટાની અટકળો આખરે પૂર્ણ થઈ ગઈ છે. અને તેઓ કોંગ્રેસમાં જ રહેવાના છે. અને કોંગ્રેસમાં રહીને જ કામ કરશે. આજે અમદાવાદમાં અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ કરતા કહ્યુ કે હું કોંગ્રેસમાં છું. અને કોંગ્રેસમાં જ રહીશ. અગાઉ મારે કોંગ્રેસ પ્રત્યે નારાજગી હતી. પરંતુ હવે કોંગ્રેસ પ્રત્યે નારાજગી નથી. પોતાને કોંગ્રેસના સચિવ તરીકે રહેવાનું નથી. પરંતુ ગુજરાતમાં જ કામ કરવાનુ પણ હાઈ કમાન્ડને કહી ચુક્યા હોવાની વાત અલ્પેશ ઠાકોરે કહી હતી.

Alpesh Thakor bjp

નહીં લડુ લોકસભા ચૂંટણી

લોકસભા ચૂંટણી પહેલા પક્ષ પલટાથી માંડીને ટિકિટ મેળવવા માટેના સમીકરણો ચાલી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે મોટી જાહેરાત કરતા કહ્યુ તે લોકસભા ચૂંટણી નહી લડે. તેણે પોતાને પ્રધાન પદ મેળવવાની લાલચ ન હોવાનું કહ્યુ હતુ.

Congress MLA Alipesh Thakor

સત્તા વગર રહી શકુ પણ સન્માન વગર ન રહી શકુ

સત્તાની લાલચમાં અલ્પેશ કોંગ્રેસ છોડી શકે છે તે અંગે ચાલતી ચર્ચાનો જવાબ આપતા અલ્પેશ ઠાકોરે કહ્યુ હતુ કે હુ સત્તા વગર રહી શકુ છું.પરંતુ સન્માન વગર રહી ન શકું. જો મારે સત્તાની લાલચે જવુ હોત તો હું છ મહિના પહેલા જ ચાલ્યો ગયો હોત.પરંતુ મારે મારા એકલાની ચિંતા કરવાની નથી..પરંતુ સમગ્રે સમાજની,ગરીબોને પણ ચિંતા કરવાની છે.

મારી પત્ની મારું ઘર સંભાળી રહી છે

અલ્પેશ ઠાકોરની પત્નીને લોકસભા ચૂંટણીની ટિકિટ આપવામાં આવે તેવી અટકળોનો પણ અંત આવ્યો છે. અલ્પેશ ઠાકોરે સ્પષ્ટ કહ્યુ છે કે, મારી પત્ની મારુ ઘર સંભાળી રહી છે. મારા પરિવાર અને ઘરને સંભાળવાની મારી પત્નીની જવાબદારી છે. અને મરતા દમ સુધી મારી પત્ની કે પરિવારના સભ્યો રાજકારણમાં નહી આવે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter