કોંગ્રેસના જ નેતાએ કહ્યું, પાર્ટી ભાજપનો મુકાબલો કરવાની તાકાત નથી રાખતી

એક તરફ ત્રણ મોટા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ કોંગ્રેસ હવે પોતાના દમ પર લોકસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહી છે. બીજી તરફ કોંગ્રેસના જ વરિષ્ઠ નેતાઓ આ મામલે શંકા વ્યક્ત કરી રહ્યા છે. પૂર્વ સંરક્ષણપ્રધાન એ.કે. એન્ટનીએ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે કોંગ્રેસમાં ભાજપ સામે એકલા મુકાબલો કરવાની તાકાત નથી.

કેરળના થિરુવનંતપુરમમાં પ્રદેશ કોંગ્રેસ કમિટીમાં કાર્યકરોને સંબોધિત કરતા એન્ટનીએ જણાવ્યું કે કોંગ્રેસ પોતાના દમ પર નરેન્દ્ર મોદીને સત્તા પરથી હટાવી શકે તેમ નથી. જો કે લોકસભા ચૂંટણીમાં મોદી સામે કોંગ્રેસ એક મજબૂત અને મોટો ચહેરો હશે.

આથી જ કોંગ્રેસ ભાજપને હરાવવા માટે એક મોટા ગઠબંધનની શોધમાં છે. જો કે તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી રાહુલ ગાંધી એક મજબૂત નેતા તરીકે ઉભર્યા છે. આથી જ મોદી રાહુલથી ડરે છે તેમ એન્ટનીએ જણાવ્યું. એન્ટનીએ લોકસભાની ચૂંટણીને કુરૂક્ષેત્રની લડાઇ સાથે સરખામણી કરી. તેમણે કહ્યું કે દેશને બચાવવા માટે સાંપ્રદાયિક તાકાતોને હરાવવી પડશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter