GSTV

મગફળી બાદ બારદાનની બબાલ : જૂના બારદાનો ઉચા ભાવે ખરીદી પ્રજાના પૈસાની બરબાદી

મગફળી ખરીદીમાં મહત્વનો હિસ્સો એવા બારદાન ખરીદીમાં મોટાપાયે ગેરરિતી થઈ હોય તેવા ખુલાસા થયા છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે જૂના બારદાનો ઉચા ભાવે ખરીદીને પ્રજાના પૈસાની બરબાદી થઈ રહી છે. મગફળી ખરીદીમાં બારદાન ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કોંગ્રેસ દ્વારા થઈ રહ્યા છે. કોંગ્રેસનો સવાલ છે તે 31 ઓગસ્ટ 2019ના રોજ નાફેડ દ્વારા અન્ન અને નાગરિક પુરવઠા નિગમને જવાબદારી સોંપાઈ છત્તા તેનું ચોક્કસ આયોજન કરાયુ નથી. 8 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદીમાં કુલ કેટલા બારદાનની જરૂરિયાત રહેશે તેની આગાઉથી ગણતરી કરીને તે મુજબના બારદાન અગાઉથી કેમ ન મંગાવાયા. તે પણ એક સવાલ છે.

અન્ન અને નાગરિક પુરવઠા દ્વારા મે મહિનાથી જૂલાઈ દરમ્યાન 2 કરોડ બારદાન નબળી ગુણવત્તાવાળા કેમ ખરીદાયા અને જવાબદારી મળ્યા બાદ ગુણવત્તાયુક્ત બારદાન કેમ ન ખરીદાયા તેવો સવાલ કોંગ્રેસે ઉઠાવ્યો છે. પહેલા 2 કરોડ બારદાન નબળી ગુણવત્તાવાળા ખરીદીને ભ્રષ્ટાચાર કરાયો અને હવે વપરાઈ ગયેલા બારદાન ફરીથી ઉપયોગમાં લેવા પાછળ કેવા પ્રકારનું ગણિત છે. નવાઈની વાત છે કે રોજ 3.5 લાખ બારદાનની જરૂરિયાત હોવા છત્તા માત્ર 1 લાખ બારદાન જ કેમ મોકલાઈ રહ્યા છે.

મહત્વનું છે કે વખત વપરાયેલા બારદાન 50ના ભાવે મળે છે પરંતુ નાફેડે તેના 72 રૂપિયા શા માટે ચૂકવ્યા. સેફ્ટી સ્ટિચ વગરના બારદાનમાંથી સ્ટિચ તૂટી જાય તો મજૂરનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. મજૂરોના જીવની પરવા કર્યા વગર જૂના બારદાન શા માટે ખરીદાયા. કોંગ્રેસનો આક્ષેપ છે કે અન્ન અને નાગરિક પુરવઠા નિગમ જાણે ભ્રષ્ટાચાર કરવા જ ખરીદી કરતું હોય તેવું લાગી રહ્યું છે. બારદાન પર લગાવવામાં આવતી 6 બાય 6ના ટેગમાં પણ ભ્રષ્ટાચાર થયો છે. જો નાના એવા કાગળના ટુકડાની ખરીદીમાં પણ ભ્રષ્ટાચાર થતો હોય તો પછી ખેડૂતો ન્યાય માટે કોની પાસે અપેક્ષા રાખે.

કાંગ્રેસના સવાલો

  • કેટલા બારદાન જાઈએ તેની ગણતરી કેમ ન કરાઈ
  • અગાઉથી બારદાન કેમ ન મંગાવાયા
  • ૨ કરોડ બારદાન નબળી ગુણવત્તાવાળા કેમ ખરીદાયા
  • ગુણવત્તાયુક્ત બારદાની ખરીદી કેમ ન થઈ
  • વપરાઈ ગયેલા બારદાન ફરીથી શા માટે ખરીદાયા
  • રોજ ૩.૫ લાખ બારદાનની જરૂરિયાત સામે ૧ લાખ બારદાન કેમ મોકલાયા
  • વપરાયેલા બારદાનના ૫૦ના બદલે ૭૨ રૂપિયા કેમ ચૂકવાયા
  • જૂના બારદાન શા માટે ખરીદાયા
  • બારદાન પરના ૬ બાય ૬ના ટેગમાં પણ ભ્રષ્ટાચાર

READ ALSO

Related posts

કામની વાત/ ફક્ત 50 રૂપિયામાં બનાવડાવો પોકેટ સાઇઝ આધાર કાર્ડ, આ રીતે ઘરે બેઠા કરો ઑર્ડર

Bansari

અનાજનું કાળા બજાર કૌભાંડ/ 16 હજાર કિલોનો ઝડપાયો જથ્થો, સસ્તા અનાજની દુકાનના બદલે નરોડા જીઆઇડીસીમાં વેચવા જતા પકડાયા

pratik shah

પેટાચૂંટણી/ પરેશ ધાનાણીના સત્તાધારી પક્ષ પર આકરા પ્રહાર, કોંગ્રેસે સોશિયલ મીડિયામાં ગદ્દાર વિરૂદ્ધ છેડ્યું અભિયાન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!