GSTV
India News ટોપ સ્ટોરી

નોટબંદી મામલે અઢી વર્ષ પછી મોટો ધડાકો, જાણો સેન્ટ્રલ બોર્ડની નારાજગી છતાં શું થયું?

નવેમ્બર-2016માં નોટબંદી લાગુ થયાનાં અઢી વર્ષ પછી આરટીઆઈમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે.  આરટીઆઈમાં જાણવા મળ્યું છે કે,ભારતીય રિઝર્વ બેન્કનાં બોર્ડ ઓફ ડાયરેક્ટરની બેઠકમાં જણાવાયું હતું કે કાળુ નાંણુ, નકલી નોટ પર નોટબંદીની કોઈ અસર જોવા નહિં મળે. કોંગ્રેસ પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે, આરબીઆઈનાં સેન્ટ્રલ બોર્ડની નારાજગી છતાં નોટબંદી મામલે તેમનાં સમર્થન પરથી એવું સાફ દેખાય છે કે તેમનાં પર  દબાણ કરવામાં આવ્યું હતું.

RTIમાં શું ખુલાસો થયો?

પૂર્વ કેન્દ્રિય પ્રધાન અને કોંગ્રેસ સાંસદ જયરામ રમેશે જણાંવ્યું કે RTI દ્વારા જાણવા મળેલી માહિતી પ્રમાણે 8 નવેમ્બર,2016નાં રોજ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સની દિલ્હીમાં બેઠક મળી હતી. જેમાં થયેલી વાતચીતની ઔપચારિક જાણકારી મળી નથી. જો કે હવે આ તમામ બાબતો સામે આવી રહિ છે.

આરબીઆઈનાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 561મી બેઠકમાં તત્કાલિન ગવર્નર ઉર્જીત પટેલ,વર્તમાન ગવર્નર શશિકાંતા દાસ પણ હાજર હતાં. આ બેઠકમાં જણાંવવામાં આવ્યું હતુ કે મહત્તમ કાળુ નાંણું કેશમાં હોતું નથી. લોકો તેને સોનું અને રિયલ એસ્ટેટ સ્વરૂપે રાખે છે. આરબીઆઈનાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 561મી મિંટીગમાં નોટબંદીને કારણે નકલી નોટોનાં કારોબારમાં કોઈ ફરક નહિ પડે.

કોંગ્રેસનું શું કહેવું છે?

કોંગ્રેસ નેતા જયરામ રમેશે જણાંવ્યું કે વડાપ્રધાને કહ્યું હતું કે અર્થવ્યવસ્થામાં જે નોટો ચાલી રહિ છે.તે ઘણી વધારે છે. અમે કેશ લેશ ત્યાર પછી લેશ કેસ અર્થતંત્ર બનાવવા માંગીએ છે. જયરામ રમેશે જણાંવ્યું કે મને ભરોસો છે કે હજુ પણ ઘણાં સત્ય બહાર આવશે. કેમ કે આ સરકાર જવાની છે. તેમજ સત્ય સામે આવશે.

કોંગ્રેસનો આરોપ છે કે છેલ્લા અઢી વર્ષમાં નોટબંદીને કારણે ઘણી નકારાત્મક અસર થઈ છે. અસંગઠિત ક્ષેત્રનાં લોકો,ગ્રામ્ય વિસ્તારનાં લોકો, ખેતી સાથે જોડાયેલા લોકો પર નોટબંદીની ખરાબ અસર થઈ છે.  નોટબંદીનો ખરાબ નિર્ણય દેશ પર થોપી દેવામાં આવ્યો હતો. નોટબંધીને કારણે કાળુ નાંણાં પર નિયંત્રણ આવશે તે વાત પોકળ સાબિત થઈ છે. જયરામ રમેશે કહ્યું કે,નોટબંદી એક તઘલખી નિર્ણય હતો. જેનાં પર કોઈ વાતચીત નથી થી. કોઈ સલાહ લેવામાં આવી નથી. જેને કારણે આજે પણ દેશ પીસાઈ રહ્યો છે.

READ ALSO

Related posts

BIG NEWS : ગુજરાતના 6 પોલીસ અધિકારીઓ સહિત 151 પોલીસ કર્મીઓને આ વર્ષે મળશે સન્માન, કેન્દ્ર સરકારે નામની કરી જાહેરાત

GSTV Web Desk

‘હર ઘર તિરંગા’ / પોસ્ટ વિભાગે માત્ર 10 દિવસમાં 1 કરોડથી વધુ રાષ્ટ્રીય ધ્વજનું કર્યું વેચાણ, 4.2 લાખ કર્મચારીઓ ખડેપગે

Hardik Hingu

મોટા સમાચાર / EVMથી જ થશે મતદાન, સુપ્રીમ કોર્ટે બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની અરજી ફગાવી

Bansari Gohel
GSTV