GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશનરની ભરતી મામલે કોંગ્રેસે કર્યા આકરા પ્રહારો

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશનરની 25 જગ્યા પર ભરતી કરવા માટે થયેલી પ્રક્રિયામાં અનેક આક્ષેપો થઇ રહ્યા છે. ત્યારે તેને અટકાવવા માટે કોંગ્રેસે માંગ કરી છે. કોંગ્રેસે આક્ષેપ કરતા જણાવ્યું કે, આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશનરની જગ્યાની ભરતીમાં જેમની નિમણૂંક થવાની છે તેમની અને સત્તાધીશો વચ્ચે પહેલાથી જ મોટી ગેરરીતિ થઇ છે. જેમની ભરતી થવાની છે તેમને અગાઉથી જાણ હોવાનો આરોપ વિપક્ષે કર્યો છે. વિપક્ષે કહ્યું કે જેમની નિમણૂંક થવાની છે તેમનું મેરિટ લિસ્ટ જાહેર નથી કર્યું.

જો મેરીટ લિસ્ટ જાહેર નહીં કરવામાં આવે તો સ્ટાફ સિલેક્શન કમિટીમાં આ ભરતીનો વિરોધ કરવામાં આવશે. તો બીજી તરફ મેયર બીજલ પટેલે સત્તા પક્ષનો બચાવ કરતા જણાવ્યુ કે તમામ પ્રક્રિયા પારદર્શીતાથી જ કરવામાં આવી છે. જો વિપક્ષે ભરતી પ્રક્રિયામાં સમસ્યા હોય તો કમિશનર સાથે વાત કરી લે તેમની સમસ્યાનું સમાધાન કરવામાં આવશે. તો બીજી તરફ કમિશનરને આ વાતની જાણ કરી મેરીટ લિસ્ટ મુકાય તે માટે પણ મેયરે કમિશનરને સુચન કરવાનુ આશ્વાશન આપ્યુ.

READ ALSO

Related posts

CBSEના ધોરણ 10, 12માના રિઝલ્ટની તારીખો થઈ ગઈ ફાયનલ, એવી બબાલ થઈ કે ખુલાસા કરવા પડ્યા

Mansi Patel

ભાખરવડ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં, કાંઠા વિસ્તારના ગામોને કરાયા એલર્ટ

Nilesh Jethva

યુપીનો ‘વિકાસ’ મધ્ય પ્રદેશમાંથી પકડાતા રાજકારણ ગરમાયું, ભાજપ કોંગ્રેસ વચ્ચે ટ્વીટર પર હંગામો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!