GSTV
Home » News » કૌભાંડમાં મોદી સામે એફઆઇઆર દાખલ કરવાનો યોગ્ય સમય આવી ગયો છે : કોંગ્રેસ

કૌભાંડમાં મોદી સામે એફઆઇઆર દાખલ કરવાનો યોગ્ય સમય આવી ગયો છે : કોંગ્રેસ

rahul gandhi

રફાલ સમજૂતી અંગે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી વચ્ચે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ રફાલ મુદ્દે ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે રાફેલ કૌભાંડમાં વડાપ્રધાન મોદી પર કેસ ચલાવવા માટે પૂરતા પુરાવા છે. 

કોંગ્રેસ પ્રમુખની આ માગને તૃણમુલે કોંગ્રેસે સમર્થન આપ્યું છે. રાહુલે વડાપ્રધાનને નિશાન બનાવતા જણાવ્યું છે કે રફાલ સોદામાં ભ્રષ્ટાચાર વડાપ્રધાનથી શરૃ થઇને તેમના પર જ અટકે છે.

રાહુલે વધુમાં જણાવ્યું હતું કે સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે રફાલ સોદા સાથે સંકળાયેલી ફાઇલો ચોરી થઇ ગઇ છે. કેન્દ્ર સરકારે આ કૌભાંડના પુરાવાઓ નાશ કરી દીધા છે અને હવે સુપ્રીમમાં પોતાનો બચાવ કરી રહી છે. 

રાહુલે ટ્વિટર પર વધુમાં જણાવ્યું હતું કે રફાલ કૌભાંડમાં વડાપ્રધાન મોદી સામે કેસ ચલાવવાના પૂરતા પુરાવા છે. આ કેસમાં ભ્રષ્ટાચાર વડાપ્રધાનથી જ શરૃ થયું છે અને તેમના પર જ સમાપ્ત થયું છે. 

કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીફ સૂરજેવાલાએ જણાવ્યું હતું કે હવે એ સમય આવી ગયો છે કે રફાલ કૌભાંડમાં વડાપ્રધાન મોદી સામે એફઆઇઆર દાખલ કરવામાં આવે. દસોલ્ટ એવિએશનને લાભ પહોંચાડવા માટે વડાપ્રધાન મોદીએ પોતાના પદનો દુરુપયોગ કર્યો છે. 

સૂરજેવાલાએ આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાન મોદીએ કરેલી સમજૂતીને પગલે ૩૬ રફાલ વિમાન માટે દેશને ૧૦,૩૦૦ મિલિયન યુરો ચૂકવવા પડશે.

Related posts

લેફ્ટીનેન્ટ જનરલ એસકે સૈની 25 જાન્યુઆરીએ નવા નાયબ સેના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે

Nilesh Jethva

અમિત શાહે કર્ણાટકના હુબલી ખાતે જનસભાને સંબોધતા કહ્યું, જે લોકો CAAની વિરુદ્ધમાં છે તે દલિત વિરોધી

Nilesh Jethva

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હાર્દિક પટેલની કરી ધરપકડ, 24મી જાન્યુઆરી સુધી જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં મોકલવાનો આદેશ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!