GSTV

મામકાંઓ નડ્યા/ અમદાવાદમાં કોંગ્રેસના સૂપડાં સાફ થઈ જતાં શહેર પ્રમુખે આપ્યું રાજીનામું : આબરૂની કાઢી ધૂળધાણી, આટલી સીટો જીત્યા

કોંગ્રેસ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે રવિવારે યોજાયેલા મતદાનમાં 46.24 લાખ પૈકીના 19 લાખ લોકોના 42.53 ટકા મતોની આજે મતગણતરી હાથ ધરાઈ છે. જેમાં ભાજપનો દબદબો રહ્યો છે. 192 બેઠકોમાંથી 123 બેઠકો પર ભાજપ અને 13 બેઠકો પર કોંગ્રેસ આગળ છે. કોંગ્રેસનો આ ચૂંટણીમાં કારમો રકાસ થયો છે. કોંગ્રેસની નેતાગીરી નબળી પૂરવાર થઈ છે. મામકાઓને ટીકિટ અપાવવામાં કોંગ્રેસે આબરૂ ખોવાનો વારો આવ્યો છે. અમદાવાદમાં કોંગ્રેસના સૂપડાં સાફ થઈ જતાં શહેર પ્રમુખે રાજીનામું આપી દીધું છે.

અમદાવાદ કોંગ્રેસ શહેર પ્રમુખ શંશીકાત પટેલે પણ પોતાનું રાજીનામું આપ્યુ છે.અમદાવાદમાં કોંગ્રેસની કારમી હારની જવાબદારી શશીકાંત પટેલે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યુ છે

સુરત શહેર કોંગ્રેસ પ્રમુખે રાજીનામુ ધર્યુ

સુરતમાં કોંગ્રેસને ચૂંટણીમાં જોરદાર ઝટકો લાગ્યો છે. ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો છે. તેવામાં કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામાની વણજાર થઇ રહી છે. અમદાવાદ કોંગ્રેસ શહેર પ્રમુખના રાજીનામા બાદ સુરત શહેર કોંગ્રેસ પ્રમુખે રાજીનામુ ધર્યુ છે. કોંગ્રેસને જનતાએ જોરદાર ઝટકો આપ્યો છે જે બાદ બાબુ રાયકાએ પ્રમુખ પદેથી રાજીનામુ આપી દીધું છે. સાથે જ તેમણે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં થયેલી કારમી હારની જવાબદારી સ્વીકારી છે.

476 સીટમાંથી 401 પર આગળ છે અને કોંગ્રેસ 50 બેઠક જ જીતી શકી છે. 6 મહાનગરપાલિકાની 576 બેઠકોમાંથી 401 બેઠકો સાથે ભાજપે ગત ચૂંટણીનો રેકોર્ટ તોડી નાખ્યો છે. 2015ની ચૂંટણીમાં ભાજપે 389 પર જીત મેળવી હતી. વેજલપુર, મણિનગર, નારણપુરા, ભાઈપુરા, પાલડી, બાપુનગર, સરદારનગર, સૈજપુર બોધા, ખોખરા, નવરંગપુરા, જોધપુર, થલતેજ અને વસ્ત્રાલમાં ભાજપની આખી પેનલ જીતી છે. જ્યારે દાણીલીમડા અને દરિયાપુર વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતી છે. કેજરીવાલની AAP અને ઓવૈસીની AIMIMને અમદાવાદની જનતાએ એન્ટ્રી પણ થવા દીધી નથી. અમદાવાદ શહેર પ્રમુખ શંશીકાત પટેલે પોતાનું રાજીનામુ આપ્યું છે. કારમી હારની જવાબદારી સ્વીકારતા પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યું છે.

ભાજપ

આ બેઠકો પર ભાજપની પેનલ આગળ

જ્યારે ભાજપ અને કોંગ્રેસના જીતેલા ઉમેદવારો ઉજવણી કરી રહ્યા છે. દાણીલીમડામાં ભાજપ અને કોંગ્રેસ 2-2 બેઠક પર આગળ છે. દરિયાપુર અને ચાંદખેડા વોર્ડમાં કોંગ્રેસ, જ્યારે જોધપુર, અસારવા, સૈજપુર બોધા, નવા વાડજ, ગોતા, બાપુનગર, ,નિકોલ, ખોખરા, નવરંગપુરા અને ગોતા વોર્ડમાં ભાજપની પેનલ આગળ છે. બંને મતગણતરી સ્થળે પોલીસ, મતગણતરી એજન્ટ, રાજકીય પાર્ટીના નેતાઓ અને અન્ય લોકો ઉમટ્યા છે. બંને સ્થળે સૌપ્રથમ બેલેટ પેપરની મતગણતરી કરવામાં આવી હતી.

કોંગ્રેસ

દાણીલીમડા વોર્ડમાં કોંગ્રેસની સમગ્ર પેનલ વિજયી બની

અમદાવાદમાં દાણીલીમડા વોર્ડ નંબર-36માં કોંગ્રેસની સમગ્ર પેનલ વિજયી બની છે. દાણીલીમડામાં કોંગ્રેસના ચારેય ઉમેદવારો શહેઝાદ ખાન, જમના વેગડા, રમીલા પરમાર તેમજ સલીમ સાબુવાલાની જીત થઇ છે. જ્યારે કે ભાજપના એક પણ ઉમેદવાર જીત મેળવી શક્યા નથી. ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ દાણીલીમડાના કોંગ્રેસના ચારેય વિજેતા ઉમેદવારોએ વોર્ડમાં વિકાસ કાર્યો પૂર્ણ કરવાની નેમ વ્યક્ત કરી હતી.

અમદાવાદના ખોખરા વોર્ડમાં ભાજપની પેનલ વિજયી બની છે. ખોખરામાં ભાજપના ચારેય ઉમેદવારો જીગીષા સોલંકી, શિવાની જનેઇકર, ચેતન પરમાર અને કમલેશ પટેલની જીત થઇ છે. વિજય મેળવ્યા બાદ ચારેય ઉમેદવારોએ ખોખરાના વિકાસ માટે કરેલા વાયદાઓ પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Read Also

Related posts

બંગાળનો સંગ્રામ: પશ્ચિમ બંગાળ ચૂંટણી માટે ભાજપે જાહેર કરી 57 ઉમેદવારોની યાદી, મમતા બેનર્જીની સામે આ નેતાને આપ્યો મોકો

Pravin Makwana

સરકારી ભરતીના દાવા પોકળ: સરકારી આંકડાઓને લઈને યુવાનોએ ઠાલવ્યો રોષ

Pritesh Mehta

યુનિવર્સીટીઓને જમીન ફાળવવામાં ‘સરકારી ચેડાં’ થયાના આક્ષેપ, ધારાસભ્ય પૂંજાવંશના આરોપો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!