કોંગ્રેસે અહેમદ પટેલના રુપમાં એક સંકટમોચકને પણ ગૂમાવ્યા છે. અહેમદ પટેલે કોંગ્રેસને અનેક સંકટોમાંથી બચાવી છે તેથી તેમને પક્ષના સંકટમોચક પણ માનવામાં આવતા હતા. વિરોધીઓના દરેક રાજકીય કાવાદાવાને પારખીને તેઓ વિરોધ કરનારા અહેમદ પટેલના નિધનથી કોંગ્રેસને એક મોટી ખોટ સર્જાઇ છે.

અહેમદ પટેલના નિધનથી કોંગ્રેસને એક મોટી ખોટ સર્જાઇ
2004માં કોંગ્રેસની લોકસભામાં થયેલી જીત માટે પડદા પાછળ અહેમદ પટેલે ઘણી મહેનત કરી હતી. નોંધનીય છે કે ૨૦૦૪થી ૨૦૧૪ સુધી કેંન્દ્રમાં કોંગ્રેસની સરકાર ટકાવી રાખવા દરેક પક્ષોને સાથે રાખ્યા, અને રાજસ્થાનમાં પણ મદદ કરી વર્ષ 2001 માં જ તેઓ સોનિયા ગાંધીના સલાહકાર નિમાયા હતા અને અંતિમ શ્વાસ સુધી તેઓ આ પદ પર પણ રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન કોંગ્રેસને અનેક બાબતોમાં પડદા પાછળ રહીને અહેમદ પટેલે મદદ કરી હતી.

અનેક બાબતોમાં પડદા પાછળ રહીને અહેમદ પટેલે મદદ કરી
રાજસ્થાન કોંગ્રેસમાં પણ મધ્ય પ્રદેશની જેમ બળવાની સ્થિતિ ઉભી થઇ ગઇ હતી. આ સમયે અહેમદ પટેલ એ નેતા હતા કે જેણે સચિન પાયલટને મનાવી લીધા હતા અને કોંગ્રેસમાં પરત બોલાવી લીધા હતા. જ્યારે પણ કોંગ્રેસમાં સંકટ આવે છે ત્યારે સંકટ મોચક તરીકે અહેમદ પટેલને યાદ કરાતા હતા.

૨૦૦૪થી ૨૦૧૪ સુધી ઘણા પક્ષોને સાથે રાખીને સરકાર બચાવવામાં અહેમદ પટેલની મોટી ભૂમિકા રહી છે. ગુજરાતમાં ૨૦૧૭માં જ્યારે રાજ્યસભાની ચૂંટણી યોજાઇ હતી ત્યારે સૌની નજર અહેમદ પટેલ પર હતી, તેઓએ આ ચૂંટણીમાં જીત મેળવી કોંગ્રેસનું સન્માન પણ જાળવી રાખ્યું હતું. તેમના નિધનને પગલે હવે કોંગ્રેસ માટે એક મોટી ખોટ સર્જાઇ છે.
READ ALSO
- Google Maps દ્વારા સીધુ તમારા ફ્રેન્ડને મોકલો લાઇવ લોકેશન, અહીં જાણો ટ્રિક
- ખુલાસો/ લોકડાઉનમાં અરબપતિઓની સંપત્તિ અધધધ વધી, ગરીબોને પડ્યા ખાવાના પણ ફાંફા, જાણો શું કહે છે આંકડા
- તેજી સાથે આગળ વધી રહી છે દેશની અર્થવ્યવસ્થા, સરકાર અને RBIએ નિભાવી મહત્વની ભૂમિકા
- Instagramમાં કોઈ પણ રોકાણ કર્યા વગર કરો લાખોની કમાણી, જાણી લો કેવી રીતે કરશો ઉપયોગ
- ‘વાહ’ અમદાવાદીઓ / દેશના ટોચના શહેરોમાં અમદાવાદનો આવ્યો નંબર, કવોલિટી ઓફ લાઈફની દ્રષ્ટીથી યાદીમાં થયો સમાવેશ!