GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

મોટો ઘટસ્ફોટ! મને તો અહેમદ પટેલને હરાવવા માટે 40 કરોડની ઓફર થઈ હતી, ભાજપમાં જોડાયા બાદ હર્ષદ રિબડીયાએ ફેરવી તોળ્યું

કોંગ્રેસના હાથ છોડી હર્ષદ રિબડિયા હવે કેસરિયો ખેસ અને ટોપી પહેરી ભાજપને સાથ આપ્યો છે. વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ કોંગ્રેસને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. એક સમયે હર્ષ રિબડિયાએ નિવેદન આપ્યું હતુ કે ‘સિંહ ક્યારેય ઘાસ ન ખાય, હું ક્યારેય ભાજપમાં નહીં જોડાઉ’, આજે આ સિંહે ઘાસ ખાઈ લીધું છે. હર્ષદ રીબડિયાએ સૌરાષ્ટ્રના કદાવર પાટીદાર નેતા (Patidar leader) છે. ભાજપમાં જોડાયા બાદ તેમણે ફેરવી તોળ્યું છે.

કોંગ્રેસને આંચકો લાગે તેવું નિવેદન આપ્યું

બીજી તરફ જેવા ભાજપમાં શામેલ થયાને હર્ષદ રિબડિયાએ કોંગ્રેસને આંચકો લાગે તેવું નિવેદન આપ્યું છે, તેમણે જણાવ્યું કે 40 કરોડની ઓફર તો મને કોંગ્રેસે કરી હતી. અહેમદ પટેલની ચૂંટણી વખતે મને 40 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. . એક સમયે હર્ષ રિબડિયાએ નિવેદન આપ્યું હતુ કે ‘સિંહ ક્યારેય ધાસ ન ખાય, હું ક્યારેય ભાજપમાં નહીં જોડાઉ’, આજે આ સિંહે ઘાસ ખાઈ લીધું છે.

તે સમયે મને કોંગ્રેસના દિગ્ગજ નેતાએ આ ઓફર કર્યાનું જણાવ્યું હતું, હર્ષદ રિબડિયાને સવાલ કરવામાં આવ્યો હતો કે તમને એહમદપટેલને જીત માટે આ ઓફર કરવામાં આવી હતી, તેમણે જવાબમાં મોટો ઘટસ્ફોટ કર્યો હતો કે મને તો એહમદ પટેલને હરાવવા માટે કરોડો રૂપિયાની ઓફર કરવામાં આવી હતી.

READ ALSO

Related posts

આતંરીક ડખ્ખો! ભાજપ સંખેડા બેઠકના ઉમેદવાર સામે પોસ્ટર વોર, પોસ્ટર પર કાળો કુચડો ફેરવ્યો તેમજ ફાડી નખાયા

pratikshah

GUJARAT ELECTION / ચૂંટણી ડ્યૂટીમાં લગાવાયેલા પૈરામિલિટ્રી જવાને AK-56થી બે સાથીઓના લીધા જીવ, અન્ય 2 ઈજાગ્રસ્ત

Kaushal Pancholi

મોરબી! આમઆદમી પાર્ટીનો ગંભીર આરોપ/ ભાજપનો ઝંડો લગાવેલી જીપે આપના ઉમેદવાર પર ચઢાવવાનો કર્યો પ્રયત્ન, પોલીસ રક્ષણની કરી માંગ

pratikshah
GSTV