પૂર્વ મંત્રીઓને ચાલુ શૈક્ષણિક સત્ર સુધી 4 હજાર 800ના મામૂલી ભાડે સરકારી આવાસ ફાળવવામાં આવ્યા. આ અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સીએમને આ અંગે પત્ર લખ્યો છે. પત્રમાં જણાવ્યું કે મંત્રીઓનાં સંતાનોનો અભ્યાસ બગડે નહિ તે માટે શૈક્ષણિક સત્ર સુધી બંગલા ભાડે આપવામાં આવ્યા છે તો પૂર્વ મંત્રીઓનાં બાળકો કયા સ્કૂલ અથવા કોલેજમાં અભ્યાસ કરે છે તેની માહિતી જાહેર કરો.

સરકારી કર્મચારીઓને આવાસ મળતા નથી ત્યારે પૂર્વ મંત્રીઓને આવાસ આપવા કેટલા યોગ્ય છે. ૧૫ પૂર્વ મંત્રીઓને લક્ઝુરિયસ ગણાતા ક અને ખ કક્ષાનાં બંગલા આપવામાં આવ્યા છે. માર્કેટ મુજબ સરકારે ભાડું ૪૨ હજારનું ભાડુ નક્કી કર્યું છે પણ પૂર્વ મંત્રીઓને માત્ર 4 હજાર 800 રૂપિયાના ભાડેથી મકાન ફાળવવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.
READ ALSO
- પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી
- માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા
- મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી
- અમદાવાદમાં NCDCની રાષ્ટ્રીય કક્ષાની મિટિંગ યોજાઈ, દલિત ખ્રિસ્તીઓને SC સ્ટેટસ અપાવવા લડે છે લડત
- ભારત – સાઉથ આફ્રિકાની પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ