GSTV

સવાલ પૂછીને ભરાઇ કોંગ્રેસ, અમિત શાહે એવો જવાબ આપ્યો કે લોકસભામાં ઉડી હાંસી

આર્ટિકલ 370 પર કોંગ્રેસ લોકસભામાં ફસાઇ ગઇ છે. સદનની કાર્યવાહી શરૂ થતાં જ અધીર રંજન ચૌધરીએ આ મુદ્દો ઉઠાવ્યો. તેની પહેલાં ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારા આર્ટિકલ 370ને નિષ્ક્રિય કરવા અને જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલને સદનમાં રજૂ કર્યુ.

અધીર રંજન ચૌધરીએ પૂછ્યું કે જ્યારે 1948થી જ સંયુક્ત રાષ્ટ્ર જમ્મુ-કાશ્મીરનું મોનિટરિંગ કરી રહ્યું છે તો આ દ્વિપક્ષીય મુદ્દો કેવી રીતે છે? જ્યારે પાકિસ્તાન સાથે શિમલા કરાર થયો, લાહોર ઘોષણાપત્ર જારી થયું તો શું આ દ્વિપક્ષીય મુદ્દો છે કે આંતરિક મામલો છે?

તેના પર સત્તા પક્ષે જોરદાર વિરોધ નોંધાવ્યો. અમિત શાહે પૂચ્યું કે, શું કોંગ્રેસ એમ કહી રહી છે કે જમ્મુ-કાશ્મીરને યુનાઇટેડ નેશન્સ મોનિટર કરી રહ્યું છે?

અધીર રંજન ચૌધરી અને અમિત શાહ વચ્ચે ગરમાગરમી વચ્ચે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પણ હાજર હતા પરંતુ તેમણે મૌન ધારણ કરી રાખ્યુ. અધીર રંજન ચૌધરીએ જડબાતોડ જવાબ મળતાં યુટર્ન માર્યો અને કહ્યં કે તે ફક્ત સ્પષ્ટતા ઇચ્છે છે.

અમિત શાહે તેના પર કહ્યું કે, જમ્મુ-કાશ્મીર ભારતના અભિન્ન અંગ છે. તેના પર કોઇ શંકા નથી. જમ્મુ-કાશ્મીરની વિધાનસભા પણ તેને સ્વીકારી ચુકી છે. જમ્મુ-કાશ્મીરને આર્ટિકલ 1ના તમામ પ્રોવિઝન અપ્લાય કરીએ છીએ. અનુચ્છેદ 1માં શું છે. ભારત તમામ રાજ્યોનો સંઘ છે. તેમાં ભારતની સીમનાઓની ચર્ચા કરતાં રાજ્યોની યાદી છે. તેમાં 15મા નંબરે જમ્મુ-કાશ્મીરનો ઉલ્લેખ છે. તેના માટે કાયદો બનાવવા માટે સંસદ, આપણી પંચાયત અધિકૃત છે.

જમ્મુ-કાશ્મીરના બંધારણમાં તેની સ્પષ્ટતા છે. તેમાં લખ્યું છે કે જમ્મુ-કાશ્મીર ભારતીય સંઘનું અભિન્ન અંગ છે. તેથી કોઇ કાયદો બનાવવાથી કોઇ રોકી ન શકે. આ જ અધિકાર હેઠળ કેબિનેટની અનુશંસા પર રાષ્ટ્રપતિની મંજૂરીથી હું અહીં હાજર છું.

જ્યારે હું જમ્મુ-કાશ્મીર બોલું છું તો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર તેની હેઠળ આવે છે. જીવ આપી દઇશુ તેના માટે. તમે (કોંગ્રેસ)શું વાત કરો છો. પાક અધિકૃત કાશ્મીર અને અક્સાઇ ચીન પણ તેનો હિસ્સો છે.

PoK ભારતનો હિસ્સો

લોકસભામાં અમિતશાહે કહ્યું કે શું કોંગ્રેસ PoKને ભારતનો હિસ્સો નથી માનતી? અમે તેના માટે જીવ આપી દેવા તૈયાર છીએ. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરનો અર્થ પીઓકે અને અક્સાઇ ચીન પણ છે કારણ કે તેમાં બંનેનો સમાવેશ થાય છે. ગૃહમંત્રીએ કહ્યું કે આજે પ્રસ્તાવ અને બિલ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે અને આ મહાન સદન તેના પર વિચાર કરવા જઇ રહ્યું છે. અમિત શાહે કહ્યું કે રાષ્ટ્રપતિએ ગઇકાલે એક બંધારણીય આદેશ આપ્યો છે જેના અંતર્ગત ભારતના બંધારણના તમામ અનુબંધ જમ્મુ કાશ્મીરમાં લાગુ થશે. સાથે જ જમ્મુ-કાશ્મીરને મળતા વિશેષ અધિકાર નાબૂદ થઇ જશે અને પુનર્ગઠનનું બિલ લઇને આવ્યો છું.

સંસદને કાશ્મીર પર કાયદો બનાવાનો અધિકાર: અમિત શાહ

અમિત શાહે અધીર રંજનના સવાલનો જવાબ આપતાં કહ્યું કે 1948માં આ મામલો યુએન પહોંચાડવામાં આવ્યો હતો. તે પછી ઇન્દિરાજીએ શિમલા કરારમાં પણ તેનો ઉલ્લેખ કર્યો. અમિત શાહે કહ્યું કે જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને તેના પર કોઇ કાનૂની અથવા બંધારણીય વિવાદ નથી. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરે પણ તેનો સ્વીકાર કર્યો છે. શાહે કહ્યું કે અનુચ્છેદ 370(C)માં આ વાતનો ઉલ્લેખ પણ છે. જમ્મુ-કાશ્મીર પર કાયદો બનાવવા માટે આ સંસદ સંપૂર્ણ રીતે સક્ષમ છે. અમે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ સંકલ્પ લઇને આવ્યાં છીએ.

Read Also

Related posts

હેવાનિયત/ કિશોરીનું અપહરણ કરી નરાધમોએ બે વાર ગુજાર્યો ગેંગરેપ, યુપીમાં પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ

Bansari

IRFC, INDIGO PAINTSનો આ સપ્તાહમાં ખુલશે IPO, જાણો મહત્વની વાતો

Sejal Vibhani

ઉત્તર ભારત ઠુંઠવાયુ: આ રાજ્યમાં ઠંડીએ સાત વર્ષનો રેકોર્ડ તોડ્યો, અહીં ભરશિયાળે ધમધોકાર વરસાદ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!