GSTV
Gujarat Government Advertisement

ભાજપ સારી રીતે જાણે છે કે તેમને ફક્ત સોનિયા-રાહુલ જ ટક્કર આપી શકે, મોદી-શાહનો કોઈ તોડ હોય તો તે છે ગાંધી પરિવાર

Last Updated on June 11, 2021 by Pravin Makwana

કોંગ્રેસના આચાર્ય પ્રમોદ કૃષ્ણને કહ્યુ હતું કે, નરેન્દ્ર મોદી અને અમિત શાહનો તોડ કોઈ હોય તો, તે ગાંધી પરિવાર જ છે. એટલા માટે ભાજપ બદનામ કરવા માગે છે. હકીકતમાં આચાર્યે આ વાત એક ડિબેટમાં ભાજપના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાને જવાબ આપતા જણાવી હતી.

આચાર્યએ કહ્યુ હતું કે, પૂનાવાલા ગાંધી પરિવાર તરફ આંગળી કરી રહ્યા છે. તેમનું કહેવુ હતું કે, તેઓ આવુ શા માટે કહી રહ્યા છે, તેઓ પણ જાણે છે અને અમે પણ. તેમણે કહ્યુ હતું કે, નરસિંહ રાવ, બાબૂ જગજીવન રામ, નીલમ સંજીવ રેડ્ડી, સીતારામ કેસરી શું ગાંધી પરિવારમાંથી આવે છે. આ તમામ નેતા પાર્ટી અધ્યક્ષ રહ્યા છે. તેમનું કહેવુ હતું કે, ભાજપ ગાંધી પરિવારને બદનામ કરે તો, સમજમાં આવે છે પણ પૂનાવાલા કરે તે વાત ખટકે છે. આ તમામ આરોપ રાજનીતિથી પ્રેરિત છે.

આચાર્યએ કહ્યુ હતું કે ભાજપ જાણે છે કે, કોંગ્રેસમાં શક્તિનો આધાર છે, તો તે છે ગાંધી પરિવાર. તે સમજી રહ્યા છે કે, દેશમાં તેમને કોઈ ટક્કર આપી શકે તો તે છે સોનિયા ગાંધી અને તેમનો પરિવાર. એટલા માટે જ આ લોકો સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધીને બદનામ કરી રહ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!