GSTV
Home » News » કમાણીનું ખાતર : 3 કાયદાઓ પણ પણ ખેડૂતોને નથી અપાવી શકતા ન્યાય, પ્રજાના પૈસાનો વેડફાટ

કમાણીનું ખાતર : 3 કાયદાઓ પણ પણ ખેડૂતોને નથી અપાવી શકતા ન્યાય, પ્રજાના પૈસાનો વેડફાટ

રાજ્યમાં ખાતર કૌભાંડનો મુદ્દે રાજનીતિ ગરમાઈ રહી છે. કોંગ્રેસનો સીધો જ આક્ષેપ છે કે આ સમગ્ર મામલે સરકારના મંત્રીઓથી લઈને કંપનીના ટોચના અધિકારીઓએ કરોડો નહી પણ અબજોનું કૌભાંડ કર્યુ છે..અને હવે ઢાંકપિછોડો કરવા હવાતિયા મારી રહ્યા છે. ખાતર કૌભાંડમાં તોલમાપ વિભાગની પણ મૂકદર્શકની ભૂમિકા રહી છે, જે શંકા પ્રેરે છે. તોલમાપના અધિકારીઓએ પોતાની ભૂમિકા કેમ નથી ભજવી એનો પણ સરકાર તરફથી કોઇ ખુલાસો થયો નથી.

જીએસએફસી તરફથી ભલે એવુ કહેવાયુ હોય કે ભેજના કારણે ખાતરની થેલીમાં વજન ઓછુ થયુ હોય પરંતુ કોંગ્રેસનું આ મામલે કંઈક અલગ કહેવું છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે દિવા જેવુ સ્પષ્ટ દેખાતુ હોવા છત્તા સરકાર કૌભાંડ પર પડદો પાડવાનો પ્રયાસ કરી રહી છે.

કોંગ્રેસે માંગ કરી છે કે જીએસએફસી અને જીએટીએલના સીઈઓ અને એમડીને તાત્કાલિક ફરજ મોકૂફ કરી પૂછપરછ કરવી જોઈએ. જો ટેકનિકલ ભૂલ હોય તો કાચા માલનો સ્ટોક એટલો વધવો જોઈએ જે સામાન્ય બાબત છે. જીએસએફસીએ જો સાચી તપાસ કરી હોત તો સહકારી મંડળીઓ, કુલ વિતરણ કેન્દ્રો અને દરેક વિતરણ કેન્દ્રમાં કેટલો સ્ટોક ઉપલબ્ધ છે અને દરેક બોરીમાં કેટલુ વજન ઘટ આવ્યુ તેની માહિતી જાહેર કરવી જોઈએ.

કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે, વેઇટ એન્ડ મેજરમેન્ટ સ્ટાન્ડર્ડ એકટ મુજબ વર્ષોથી ગુનો થતો રહ્યો છે. કેન્દ્ર સરકારનો વેઇટ એન્ડ મેજરમેન્ટ એકટ અમલમાં છે રાજ્ય સરકાર લીગલ મેટ્રોલોજી વિભાગ ચલાવે છે જિલ્લા મથકોએ તેની કચેરીઓ છે જ્યાં વજનકાંટામાં ક્ષતિ હોય ત્યાં નાના વેપારીઓ સામે કોર્ટમાં ફરિયાદ પણ કરે છે.

ત્યારે આખા ગુજરાતમાં હજાર કરતા પણ વધારે જીએસએફસીના ખાતર વિતરણ કેન્દ્રો પર વજનકાંટા વગર જ ખાતરનું વિતરણ કરી આ કાયદાનો છડેચોક ભંગ કરવામાં આવ્યો હોય તેવું લાગે છે આ માટે જીએસએફસીના મુખ્ય અધિકારીઓ જ જવાબદાર છે તેની સામે પણ ફોજદારી રાહે કાર્યવાહી કરવી જોઈએ.

READ ALSO

Related posts

અમદાવાદ એરપોર્ટ ઓથોરીટીની ઘોર બેદરકારી, 50થી વઘુ મુસાફરોના જીવ આ કારણે તાળવે ચોટ્યાં

Kaushik Bavishi

વિદ્યાર્થીઓ સ્કૂલ વાનમાંથી પટકાયાની ઘટનાનું થઈ શકે છે પુનરાવર્તન, બનાસકાંઠામાં બાળકો કરી રહ્યા છે મોતની સવારી

Arohi

દક્ષિણ આફ્રિકાના પહાડી વિસ્તારમાં 86.7 કિ.મી.ની રેસ, ગુજરાતના દોડવીરે કરી પૂરી

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!