GSTV
Home » News » પાક વિમા મુદ્દે વિધાનસભામાં કોંગ્રેસે સરકાર પર લગાવ્યો ગંભીર આરોપ

પાક વિમા મુદ્દે વિધાનસભામાં કોંગ્રેસે સરકાર પર લગાવ્યો ગંભીર આરોપ

આજે ગુજરાત વિધાનસભામાં વિપક્ષ કોંગ્રેસે ખેડૂતોના પાક વિમાનો મુદ્દો ઉઠાવ્યો હતો. મગફળીમાં ખેડૂતોને પાક વિમો લાંબા સમય બાદ મળ્યો હોવાનો આક્ષેપ કોગી ધારાસભ્યોએ લગાવ્યો છે. ખાનગી વિમા કંપનીઓ ચાર માસમાં 400 કરોડનુ પ્રિમિયમ લઈ જાય છે અને રાજ્ય સરકાર મોટી મોટી વાતો કર્યા કરે છે. ખેડૂતો પાસેથી વિમા કંપનીઓ રૂપિયા લે છે. પરંતુ તેમને વળતર આપતી નથી તેવો આક્ષેપ પણ લાગ્યો છે.

સરકારે દેવા નાબુદી બિલ પાછુ લાવવુ પડ્યુ છે. સરકારે 2022માં ખેડૂતની આવક ડબલ કરવાની વાત કરી રહી છે.પણ હાલ ખેડૂત દેવાના ભાર તળે દબાયેલો હોવાનો પણ આક્ષેપ થયો છે. પાક વિમા માટે કોંગ્રેસે કોર્ટમાં જવાની પણ તૈયારી કરી છે. કોંગી ધારાસભ્ય ઋત્વિજ મકવાણાના મતે કોર્ટમાં જવા માટે ક્રોપ કટિંગના આંકડા જરૂરી છે.અને સરકારે આ આંકડા આપવા તૈયાર નથી.

READ ALSO

Related posts

VIDEO : આ મહિલાને મોબાઈલ ઉપર એટલો પ્રેમ કે ઓટોમાં ભુલી ગઈ બાળક

Nilesh Jethva

સુરતમાં બેફામ દોડતી સીટી બસે બાળકને અડફેટે લેતા મોત, રોષે ભરાયેલા લોકોએ કરી તોડફોડ

Nilesh Jethva

ભાવનગર : નિરાધાર 26 જેટલા વડીલો સાથે 108 બાળ કાનુડાઓએ જન્માષ્ટમીની ઉજવણી કરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!