GSTV
Gujarat Government Advertisement

કોંગ્રેસમાં ‘4’ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો : ધારાસભ્યોના સાયોનારા

congress

Last Updated on March 16, 2020 by Mayur

રાજ્યસભાની ચૂંટણી યોજાય તે પહેલાં ગુજરાતના રાજકારણમાં નવો વણાંક આવ્યો છે. ભાજપની શામ,દામ,દંડ-ભેદની નીતિની જાળમાં સપડાયેલાં ચાર કોંગ્રેસી ધારાસભ્યોએ પક્ષની વંડી ઠેકીને હાથનો સાથ છોડયો છે. આ જોતાં કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ ઘટતાં ભાજપની ત્રણેય બેઠકો અકબંધ રહે તેવી શક્યતા પ્રબળ જણાઇ રહી છે. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી આજે સત્તાવાર રીતે જાહેરાત કરશે.રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં ગાબડું પડયુ છે.

રાજીનામા આપ્યા જ નથી : રાગ બરકરાર

કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી ધારાસભ્યોને એકજૂટ રાખવામાં સદંતર નિષ્ફળ નિવડી છે. જોકે,કોંગ્રેસના નેતાઓ હજુય ધારાસભ્યોએ રાજીનામા આપ્યા નથી તેવો રાગ આલાપી રહ્યાં છે. ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે 26મી માર્ચે પેટાચૂંટણી યોજાનાર છે. ધારાસભ્યોના સંખ્યાબળને જોતાં ભાજપે હવે ત્રીજી બેઠક જીતવા એડીચોટીનું જોર લગાવ્યુ છે. ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનને જીતાડવા કોંગ્રેસના ધારાસભ્યોને પક્ષપલટો કરાવવામાં આવી રહ્યો છે.

સામે ચાલી સંપર્ક કરનારા

સૂત્રોના મતે, અત્યાર સુધીમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમન સિંહ જાડેજાએ સામે ચાલીને ભાજપનો સંપર્ક કર્યો છે.એટલું જ તેમણે તો શરત મૂકી હતીકે, મારાં મત વિસ્તારના બાકી પ્રશ્નો પૂર્ણ કરો તો,કેસરિયો ખેસ પહેરવા તૈયાર છું. મોડી રાત્રે પ્રદ્યુમનસિંહ જાડેજાએ અધ્યક્ષને રાજીનામુ આપી દીધાની ચર્ચા વહેતી થઇ છે. આ જ પ્રમાણે,લિંબડીના ધારાસભ્ય સોમા ગાંડા પટેલે પણ કોળી સમાજને કોંગ્રેસ અન્યાય કર્યો છે તેવુ કારણ ધરીને રાજીનામુ ધરી દીધુ છે. આ ઉપરાંત ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયા પણ ગઇકાલથી સંપર્કવિહોણાં બન્યા હતાં. આખરે તેમણે ય રાજીનામુ આપી દીધા હોવાનુ ચર્ચાય છે.

પ્રવિણ મારૂનું પણ બાય બાય

દલિત નેતા અને ગઢડાના ધારાસભ્ય પ્રવિણ મારૂએ પણ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં જવા તૈયારી કરી દીધી છે. તેમણે ય વિધાનસભા અધ્યક્ષને રાજીનામુ આપી દીધુ છે. આમ,રાજ્યસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ પક્ષ છોડી ભાજપમાં જોડાવવા નિર્ણય કર્યો છે. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ચાર રાજીનામા મળ્યા છે તેવો એકરાર કર્યો છે.એટલું જ નહી, આવતીકાલે કયા ધારાસભ્યોએ રાજીનામા ધર્યા છે તેની જાહેરાત કરશે.

ભાજપ ત્રણ બેઠકો જાળવી રાખશે

કોંગ્રેસના ચારેય ધારાસભ્યોએ વિવિધ શરતો મૂકી હતી તે તમામ શરતો આધારે રાજકીય સોદાબાજી કર્યા બાદ રાજીનામા આપ્યા હતાં. કોંગ્રેસના ધારાસભ્યોના એક પછી એક રાજીનામા બાદ ગુજરાતનુ રાજકારણ ગરમાયુ છે. અત્યારે પરિસ્થિતી જોતાં કોંગ્રેસની બે બેઠકો પૈકી એક બેઠક પર હાર નિશ્ચિત મનાઇ રહી છે.આ વખતે ભાજપ ત્રણેય બેઠકો જાળવી રાખશે તે નક્કી છે.

ચાર ધારાસભ્યોના સ્વેચ્છિક રાજીનામા મળ્યાં છે : અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી

એક તરફ,કોંગ્રેસના નેતાઓએ એવો દાવો કર્યો છેકે, એકેય ધારાસભ્યએ કોંગ્રેસ છોડી નથી. બીજી તરફ, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સત્તાવાર રીતે જણાવ્યુ છેકે, ગઇકાલ સાંજના પાંચ વાગ્યથી રાત્રીના 12 વાગ્યા સુધીમાં ચાર કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા આપ્યા છે. આ ચારેય ધારાસભ્યોના રાજીનામા પત્રનો સ્વિકાર કર્યો છે. આ ચારેય ધારાસભ્યોએ મને રૂબરૂમાં આવીને રાજીનામા આપ્યા છે જેમનુ યોગ્ય વેરિફિકેશન કરી સ્વિકાર કરવામાં આવ્યો છે જેથી હવે તેઓ ધારાસભ્યો રહેતા નથી. જોકે, રાજેન્દ્ર ત્રિવેદીએ નામ આપવા અંગે મૈાન ધારણ કર્યુ છે. તેઓ આવતીકાલે વિધાનસભામાં નામોની જાહેરાત કરે તેવી શક્યતા છે.

સાયોનારા કરનારા ધારાસભ્યો

ધારાસભ્યસીટ
જે.વી.કાકડિયાધારી
સોમા ગાંડા પટેલલિંબડી
પ્રદ્યુમ્નસિંહ જાડેજાઅબડાસા
પ્રવિણ મારૂગઢડા

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

વિધાનસભા ચૂંટણીના દોઢ વર્ષ પહેલા જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો, કેજરીવાલની મુલાકાત અને બેઠકથી અનેક તર્કવિતર્ક

Pritesh Mehta

પંજાબમાં ભાજપની જગ્યા બસપા લેશે: 25 વર્ષ બાદ અકાલી દળ સાથે માયાવતીનું ગઠબંધન, દલિત મતદારો ભજવશે મહત્વની ભૂમિકા

Pravin Makwana

અંધશ્રદ્ધા: યુપીના આ ગામમાં બન્યુ ‘કોરોના માતા’નું મંદિર, લોકો કરે છે વિધિવત પૂજા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!