આખરે રાજકોટ કોંગ્રેસમાં ભંગાણ પડ્યું. કુંવરજી બાવળીયાએ ભાજપમાં જોડાયા બાદ ભાજપે સોંપેલું પહેલું એસાઈમેન્ટ પાર પાડ્યું. રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસને છ સભ્યો સાથે જસદણ તાલુકા પંચાયતના આઠ સભ્યોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. કુંવરજી બાવળીયાના સમર્થનમાં અનેક લોકો વિધિવત્ રીતે ભાજપમાં જોડાતાં કોંગ્રેસને પેટા ચૂંટણી પહેલા જ મોટો આંચકો આપી દીધો.

જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બંને માટે મરણિયો જંગ બન્યો છે. બંને મોટા રાજકીય પક્ષ માટે આ બેઠક પ્રતિષ્ઠાના સવાલની છે. કેમકે એક સમયે કોંગ્રેસના દિગ્ગજ ગણાતા નેતા કુંવરજી બાવળીયાનો આ ગઢ છે. પણ કોંગ્રેસથી નારાજ થયેલા બાવળીયાએ ભાજપમાં જોડાયા અને સીધું પ્રધાન પદ મેળવી લીધું. ત્યારે હવે ભાજપ તેની પ્રતિષ્ઠા સાચવવા અને કોંગ્રેસ તેની બેઠક જાળવી રાખવીને કુંવરજી બાવળીયા અને ભાજપને જડબાતોડ જવાબ આપવા મથી રહી છે. જેકે બાવળીયાએ ભાજપમાં જોડાયા બાદ પહેલું એસાઈમેન્ટ પાર પાડ્યું.

જસદણમાં ભાજપનો સ્નેહ મિલન સમારોહ યોજાયો. જેમાં રાજકોટ જિલ્લા પંચાયતના છ સભ્યો સાથે જસદણ તાલુકા પંચાયતના કોંગ્રેસના આઠ સભ્યોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. કુંવરજી બાવળીયાના સમર્થનમાં વિધિવત્ રીતે ભાજપમાં જોડાયા છે. બળધોઈના કોંગી સભ્ય જયાબેન મનસુખભાઈ જાદવ ભાજપમાં જોડાયા. જેઓ જસદણ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ છે.
જંગવડના કોંગ્રી સભ્ય શિલ્પાબેન અશોકભાઈ રંગાણી. જસદણ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન અને શીવરાજપુરના કોંગ્રેસના સભ્ય દેવેન્દ્રભાઈ ઝાપડીયા ભાજપમાં જોડાયા. આ ઉપરાંત કાનપરના સુધાબેન ગીરીશભાઈ સખીયા, આંબરડીના રમીલાબેન મુકેશભાઈ બારૈયા, કાળાસરના મનુભાઈ ધુધાભાઈ ધોળકીયા, વીરનગરના જેંતીભાઈ સલુડીયા, ડોડીયાળાના કોંગ્રેસના સભ્ય રસીલાબેન દામજીભાઈ ધડુક ભાજપમાં જોડાયા.

જસદણ શહેરમાં યુવા કોંગ્રેસ પ્રમુખ હરેશભાઈ રાઠોડ અને કુંવરજી બાવળીયાના નજીકના કોંગ્રેસના કાર્યકરો ઉપરાંત 70 કરતા વધારે ગામોનાં સરપંચો પણ ભાજપમાં જોડાયા છે. એક સમયે સૌરાષ્ટ્ર કોંગ્રેસના કદાવર નેતા કુંવરજી બાવળિયાએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
કોંગ્રેસે જીતનો આશાવાદ કરીને એમ પણ કહ્યું કે કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરશે ત્યારે કુંવરજી બાવળીયાના પગ નીચેથી જમીન સરકી જશે.
- 11 દોષિતોને મુક્ત કરાયા બાદ બિલકિસ બાનોની આવી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
- ફિનલેન્ડના પીએમનો મિત્રો સાથે ઠુમકા લગાવતો વાડિયો વાયરલ, રાજીનામાની માંગ
- મેળામાં મોત / લોકમેળામાં વીજ કરંટ લાગતા બે લોકોના મોત, ભાજપ સાંસદે ખુલ્લો મુક્યો હતો મેળો
- અમદાવાદ / ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં છોડાયુ પાણી, કાંઠાના વિસ્તારોને કરાયા એલર્ટ
- જેને અડવાણીએ એક સમયે મોદી કરતા બહેતર ગણાવ્યા હતા એ શિવરાજસિંહને સંસદીય બોર્ડમાંથી હટાવાયા
જીએસટીવીએ સૌ પ્રથમ વખત કુંવરજી બાવળિયાને પહેલુ એસાઈન્ટમેન્ટ સોંપાયાનો ખુલાસો કર્યો હતો. કોંગ્રેસનો ગઢ ગણાતા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ગઢને કબ્જે કરવાનું એસાઈમેન્ટ ભાજપે કુંવરજીને સોંપ્યુ હતુ. અને આજે તેમની આગેવાનીમાં જ કોંગી સભ્યો ભાજપમાં જોડાયા.