GSTV

યુજવેન્દ્ર ચહલને મળી અઢળક શુભેચ્છાઓ, સહેવાગે ટીખળ કરતા શેર કર્યો મોદીનો ફોટો

Last Updated on August 9, 2020 by pratik shah

ભારતીય ક્રિકેટ ટીમના લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલે કોરિયોગ્રાફર અને યુટ્યુબ સેલિબ્રિટી ધનશ્રી વર્મા સાથે સગાઇ કરી લીધી છે. જેની જાણકારી તેમને શનિવારે સોશ્યલ મીડિયા પર ફોટો શેર કરીને આપી હતી. યુજવેન્દ્ર ચહલે સોશ્યલ મીડિયા પર બંનેની તસ્વીર શેર કરી લખ્યું હતું કે અમે હા કરી દીધી, અમારા પરિવારે પણ હા કરી દીધી, રોકા સેરેમની.

માસ્ટરબ્લાસ્ટર સચિન તેંડુલકરે ચહલને શુભેચ્છા આપતા ટ્વીટર પર લખ્યું હતું કે ચહલ અને ધનશ્રીને શુભેચ્છાઓ, નવી ઇનિંગ માટે બંને ને શુભકામનાઓ.

તો વીરેન્દ્ર સહેવાગે ટીખળ કરતા લખ્યું હતું કે આપદાને અવસરમાં બદલી. અભિનંદન…

પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે પણ ચહલને શુભેચ્છા આપતા કમેન્ટ કરી શુભેચ્છા પાઠવી હતી તો ઓપનિંગ બેટ્સમેન લોકેશ રાહુલે પણ બંનેને શુભેચ્છા આપી હતી.

MUST READ:

Related posts

હોટલમાં રોકાઓ છો અંતરંગ લીલાઓથી બચવા ખાસ ધ્યાન આપજો, રૂમમાં સ્પાય કેમેરા શોધવાની કામ આવશે આ ખાસ ટિપ્સ

Harshad Patel

ભારતને ટેન્શન/ ખાસ મિત્ર ગણાતા ચીને પાકિસ્તાન માટે અત્યાધુનિક યુધ્ધ જહાજનું કર્યું નિર્માણ, 8 પરમાણુ સબમરિન આપશે

Pritesh Mehta

મોદી સરકારના આ નિર્ણયથી નારાજ થઇ સરકારી કંપનીઓ, સૌથી બધું કમાણી કરી આપતી કંપનીઓ હડતાલ પર

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!