GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

ભાજપ સહિતના રાજકીય પક્ષોમાં 2019ની લોકસભાની ચૂંટણીને લઈને સળવળાટ

Lok Sabha elections date

2019ની લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ સહિતના રાજકીય પક્ષોમાં સળવળાટ છે. જોકે સતત વિજયરથ પર બેસીને એક પછી એક રાજ્યોમાં કમળ ખિલવીને અતિઉત્સાહમાં આવેલી ભાજપને તાજેતરમાં કેટલાક રાજ્યોમાં લોકસભા અને વિધાસનભાની પેટા ચૂંટણીમાં પરાજયથી મોટો ફટકો પડ્યો છે. ત્યારે વિપક્ષના મહાગઠબંધનની તાકાત સામે 2019ની ચૂંટણી જીતવા ભાજપ હલચલ મચી છે.

લોકસભાની 2019માં આવી રહેલી ચૂંટણીને લઈને ભાજપમાં મંથન શરૂ થઈ ગયું છે. વિપક્ષોના ગઠબંધન અને પાર્ટી કાર્યકરોમાં કથિત નારાજગીને જોઈને ભાજપે પાર્ટી સંગઢનથી લઈને સરકાર સુધી મંથન શરૂ કરી દીધું છે.

તાજેતરમાં કેટલાક રાજ્યોમાં અને તેમાંય ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપને હાર સહન કરવાનો વારો આવ્યો. અને બેઠકો પણ ગુમાવવી પડી હતી. કર્ણાટક વિધાનસભામાં ભાજપ સૌથી મોટો પક્ષ તરીકે ઉભરી આવ્યો. પણ સરકાર ન બનાવી શક્યો અને ભાજપના વિજયરથને બ્રેક વાગી ગઈ. એવું ન થી કે પેટાચૂંટણીઓમાં ભાજપનો પરાજય એ માત્ર તમામ વિપક્ષો એકજૂથ થયા તે જ કારણ છે. પણ આ બેઠકો પર પાર્ટી કાર્યકરોની નારાજગી પણ મોટું કારણ હતું. ત્યારે હવે ભાજપ કાર્યકરોનો અસંતોષને નજરઅંદાજ કરે તેવી સ્થિતિમાં નથી.

વિપક્ષોના ગઠબંધનની તાકાત ભાજપ પર હાવી બને તે પહેલા ભાજપે કાર્યકરો સુધી સીધા પહોંચવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દરેક શહેરમાં સંભ્રાંત નાગરિકો સુધી પહોંચવાના પ્રયાસોનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ અભિયાનમાં મુખ્યપ્રધાન, તેની કેબિનેટના અન્ય પ્રધાનો, પ્રદેશ અધ્યક્ષ અને સંગઠનોના અન્ય નેતાઓ જોડાયા છે. ભાજપે આ નવી રણનીતિ અપનાવીને વિશ્વાસ મેળવવાનો પ્રયાસ કર્યો છે. ભાજપના અનેક મોટા નેતાઓ પણ દબાયેલા મનથી સ્વીકાર કરે છે કે કાર્યકર્તાઓમાં નારાજગી છે.

Related posts

હવામાન વિભાગે ચોમાસાને લઈને કરી આગાહી, દેશમાં આ બે મહિના દરમિયાન થશે 102 ટકા વરસાદ

Nilesh Jethva

અમિત શાહે વાવાઝોડાની પરિસ્થિતિની સમિક્ષા કરવા યોજી ઉચ્ચસ્તરીય બેઠક, સીએમ રૂપાણી સાથે વીડિયો કોન્ફ્રેન્સિંગથી કરી ચર્ચા

Nilesh Jethva

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાને મળી મોટી સફળતા, ત્રણ આતંકીઓને કર્યા ઠાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!