GSTV
Gujarat Government Advertisement

વેક્સિનની કિંમત મામલે બંગાળ અને કેન્દ્ર સરકાર આમને-સામને, ગુરૂવારે સુપ્રીમમાં સુનાવણી

Last Updated on May 12, 2021 by Dhruv Brahmbhatt

કોરોનાની રસીની કિંમત મુદ્દે કેન્દ્ર સરકાર અને પશ્વિમ બંગાળ સરકાર સુપ્રીમ કોર્ટમાં આમને-સામને આવી ગઈ છે. પશ્વિમ બંગાળની મમતા સરકારનું કહેવું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા વાર્ષિક બજેટમાં રસીકરણ માટે જે બજેટની ફાળવણી કરવામાં આવી છે. તેનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો દેશમાં તમામ લોકોને મફતમાં રસી આપી શકાય તેમ છે.

રસી

તો બીજી તરફ કેન્દ્ર સરકારનું કહેવું છે કે, રસીની કિંમત અને બજાર પર નિયંત્રણ લાગુ કરવામાં આવશે તો તેના ઉત્પાદન પર અસર પડી શકે છે. જેથી કેન્દ્ર સરકાર અને પશ્વિમ બંગાળ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી પોતાના આંકડા અને તર્ક રજૂ કર્યાં છે. જે મુદ્દે ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે.

પશ્વિમ બંગાળ સરકારનો આરોપ છે કે, રસી બનાવતી કંપનીઓને ફંડ આપી ફાયદો કરાવવામાં આવી રહ્યો છે સરકારે રસી બનાવતી કંપનીઓને રસીના સંશોધન માટે ફંડ આપ્યું છે. તો રસીની કિંમત કેમ નક્કી કરવામાં આવી રહી છે.

શું છે પશ્ચિમ બંગાળ સરકારનો તર્ક?

પશ્ચિમ બંગાળ કહે છે કે, ભારત સરકારે 2021 ના બજેટમાં રસી માટે 35 હજાર કરોડ રૂપિયા ફાળવ્યા હતાં. બજેટના 35 હજાર કરોડ રૂપિયામાંથી 50 કરોડ લોકોને રસી આપી શકાય છે. 50 કરોડ લોકો માટે એક રસીનો ખર્ચ દર દીઠ 350 રૂપિયા થશે. જ્યારે ભારત સરકારે કંપનીઓ તરફથી એક ડોઝ માટે માત્ર 150 રૂપિયાની કિંમત નક્કી કરી છે એટલે કે ભારત સરકારે નક્કી કરેલા ભાવને દેશની મોટી વસ્તીને મફત રસી આપી શકાય છે.

પશ્ચિમ બંગાળ સરકારનું કહેવું છે કે, કેન્દ્ર સરકાર જાતે કંપનીઓ પાસેથી રસી 150 રૂપિયામાં ખરીદે છે, પરંતુ રાજ્યોને તે જ રસી 300 રૂપિયા (કોવિશિલ્ડ) અને 600 રૂપિયા (કોવિસીન) માં મળી રહી છે. આ સાથે જ રાજ્યોએ અન્ય ફાયદાકારક યોજનાઓના પૈસા કાપી તેને વેક્સિન ઉપર ખર્ચ કરવો પડશે. રાજ્ય સરકારનું કહેવું છે કે, ભારતીય પેટન્ટ એક્ટ 1970ની કલમ 92 હેઠળ કેન્દ્ર સરકારે 18 અન્ય કંપનીઓને પણ રસી બનાવવાની મંજૂરી આપવી જોઈએ કે જેનાથી રસીનો ખર્ચ ઘટશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave

GTUના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત, નાપાસ થતા ડિપ્રેશનમાં સપડાયો હતો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!