જેએનયુ હિંસા મામલે અમદાવાદમાં એબીવીપી અને એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે મારામારીની ઘટના બાદ કોંગ્રેસે રાજ્યભરમાં ધરણાનું આયોજન કર્યુ હતુ. અમદાવાદમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ યુનિવર્સિટીમાં ધરણાં કરી એબીવીપીના કાર્યકરો વિરૂદ્ધ કાર્યવાહી કરવા માગ કહી હતી. કોંગ્રેસનો આક્ષેપ છે કે, પોલીસ ભાજપના ઇશારે કામ કરી રહી છે. જેથી એનએસયુઆઈના કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો છે.
પાલડીમાં એબીવીપી અને એનએસયુઆઈ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ કોંગ્રેસે ગુજરાત યુનિવર્સિટી ખાતે ધરણાં શરૂ કર્યા.. જેમા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સહિતના નેતાઓ જોડાયા. એનએસયુઆઈના માગ છે કે, ABVPના કાર્યકરો વિરુદ્ધ આઇપીસી સેક્શન 307 મુજબ પોલીસ ફરિયાદ નોંધવામાં આવે.
અમદાવાદ બાદ રાજકોટમાં પણ કોંગ્રેસ અને એન.એસ.યુ.આઈ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું. શહેરના ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસ અને એન.એસ.યુ.આઈએ ધરણા કરી એબીવીપીના કાર્યકરો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી.. ધરણા દરમ્યાન પોલીસનો બંદોબ્સત ગોઠવી દેવામાં આવ્યો હતો.
ગાંધીનગરમાં કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા રોકવાનો પ્રયાસ કરતા ગાંધીનગર પોલીસે કાર્યકતાઓની અટકાયત કરી હતી.. એબીવીપી દ્રારા કરવામાં આવેલા હિંસક હુમલાના આરોપ સાથે દેખાવો કર્યા હતા..
ભરૂચમાં પણ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરોએ જે.પી કોલેજ કેમ્પસ બહાર વિરોધ પ્રદર્શન કર્યુ. જોકે, વિરોધ પ્રદર્શન દરમ્યાન ટ્રાફિક જામનો પ્રયાસ કરતા પોલીસે જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ, એનએસયુઆઈ પ્રસુખ સહિતના 15થી વધુ લોકોની અટકાયત કરી હતી.

પાટણમાં કોંગ્રેસ અને એન.એસ.યુ.આઈ દ્વારા બગવાડા દરવાજા પાસે વિરોધ કરવામાં આવ્યો. ત્યારે સમગ્ર મામલે કોઈ પણ હિંસા ન ફેલાય તે માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો હતો.
તો આ તરફ જુનાગઢમાં કોંગી કાર્યકરોએ કલેકટરને આવેદન આપી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા..અને એબીવીપી અને ભાજપના હુમલાખોર તત્વોની તાત્કાલિક ધરપકડની માંગ કરી હતી.
READ ALSO
- ઈરાને સલમાન રશ્દી પર થયેલા હુમલામાં હાથ હોવાથી કર્યો ઇનકાર, લેખકના સહયોગીઓ પર મૂક્યો આરોપ
- ઓમિક્રોન વેરિઅન્ટ માટે પણ રસી બનાવવામાં આવી, બ્રિટને મોડર્નાની અપડેટ કરેલી રસી મંજૂર કરી
- બિગ ન્યૂઝ / 2002ના ચકચારી બિલ્કિસ બાનો બળાત્કાર કેસના 11 આરોપીઓને ગુજરાત સરકારે કર્યા સજા-મુક્ત, ગોધરા જેલમાં કાપી રહ્યા હતા સજા
- વિષ્ણુએ ‘અફઝલ’ બનીને મુકેશ અંબાણીને આપી હતી ધમકી, ધરપકડ બાદ થયો મોટો ખુલાસો
- મહિલાઓમાં મૂડ સ્વિંગ થવો કે પીરિયડ્સની અનિયમિતતા થાય તો ચેતી જજો, આવા લક્ષણો દેખાય તો જરૂરથી ડોક્ટરની સલાહ લઈને ટેસ્ટ કરાવી લો