GSTV
Home » News » સાબરકાંઠા કોંગ્રેસમાં કકળાટ : અરવલ્લી જિલ્લો લોકસભાનું પ્રતિનિધિત્વ કરે

સાબરકાંઠા કોંગ્રેસમાં કકળાટ : અરવલ્લી જિલ્લો લોકસભાનું પ્રતિનિધિત્વ કરે

સાબરકાંઠા જીલ્લા લોકસભા ચુંટણીમાં કોંગ્રેસનો કકળાટ શમાવાનું નામ નથી લેતો. ઉમેદવારો માટે ગઈ કાલે ઉત્તર ગુજરાત પ્રભારી જીતેન્દ્ર બગેલની મધ્યસ્થી છતાં સમાધાન થઇ શક્યું નથી. અરવલ્લી જીલ્લાના કોંગ્રેસી ધારાસભ્ય આ વખતે અરવલ્લી જીલ્લો લોકસભાનું પ્રતિનિધિત્વ કરે તેવી ઈચ્છા રાખી રહ્યા છે. અને આ જ મુદ્દો નારાજગીનું કારણ બન્યો છે.

સાબરકાંઠા ખાતે બંને જીલ્લાની રાખેલી પ્રેસ કોન્ફરન્સમાં અરવલ્લીના ધારાસભ્યોએ આવવાનું ટાળ્યું હતું. તો આજે અરવલ્લી ખાતે રાખેલી પ્રેસ કોન્ફરન્સ પણ રદ કરાઈ છે. વળી, મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર પણ આ મુદ્દે રજૂઆત કરવા દિલ્હી પહોચી ગયા છે. જેને લઈને કોંગ્રેસ હાલમાં ટીકીટ કોને આપવી એ બાબતમાં અવઢવ માં છે.

READ ALSO

Related posts

નમસ્તે ટ્રમ્પ: ‘હિસાબ’ની સ્થિતિ વધુ ગૂંચવાઈ, આગેવાનો સ્પષ્ટ જવાબ આપવાથી દૂર રહેવા માંડ્યા

Arohi

ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાત યાત્રાની તૈયારીઓનો સંપૂર્ણ ખર્ચ કોણ ભોગવશે? ખુદ મુખ્યમંત્રીએ સસ્પેન્સ પરથી ઉઠાવ્યો પડદો

Arohi

રસ્તો ઓળંગતા બે બાળકોને કારે ટક્કર મારતા એકનું મોત, ઘટના સીસીટીવીમાં કેદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!