GSTV
Home » News » પશ્ચિમ બંગાળમાં ભાજપ-તૃણમુલ વચ્ચે ઘર્ષણ, રસ્તા પરથી પીએમ મોદીનાં પોસ્ટર-બેનર હટાવ્યા

પશ્ચિમ બંગાળમાં ભાજપ-તૃણમુલ વચ્ચે ઘર્ષણ, રસ્તા પરથી પીએમ મોદીનાં પોસ્ટર-બેનર હટાવ્યા

mamata banerjee links poll to bjp

પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે ફરી એક વખત ઘર્ષણ સર્જાયું છે. કોલકાતામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહની રેલી પહેલા ભાજપ કાર્યકરો અને પોલીસ વચ્ચે ટકરાવ થયો હોવાની વિગતો મળી રહી છે. જાણવી મળતી માહિતી પ્રમાણે ભાજપ પ્રમુખ અમિત શાહની રેલી પહેલા રાજ્ય પોલીસ સભાની મંજૂરીનાં કાગળો માગવા માટે પહોંચી ગઇ હતી. જ્યારે ભાજપ કાર્યકરો સભા મંજૂરનાં કાગળો ન બતાવી શક્યતા તો પોલીસે સભા મંચ તોડવાનો આદેશ આપી દીધો. આ મામલે હાલમાં પણ સભા સ્થળે હંગામો ચાલી રહ્યો છે, ત્યાં બીજી તરફ અમિત શાહનાં સ્વાગાતમાં રસ્તાની બાજુએ લાગેલા પીએમ મોદીનાં હોર્ડિગ્ઝ, બેૈનર અને પોસ્ટર્સ પોલીસે હટાવી દીધા છે.

આ મામલે કોલકાતા પોલીસે ચૂંટણી પંચનાં આદેશનું કારણ આગળ ધર્યુ છે. કોલકાતા પોલીસનાં જણાંવ્યાં પ્રમાણે ચૂંટણી પંચનો હુકમ મળ્યા બાદ જ રસ્તા પરથી પોસ્ટર અને બેનર હટાવવામાં આવ્યા છે. ચૂંટણી પંચનું કહેવું છે કે,આવી રીતે પોસ્ટર અને બેનર લગાવવા આદર્શ આચારસંહિતાનો ઉલ્લંઘન છે.

કોલકાતા પોલીસની આ કાર્યવાહી મામલે ભાજપે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમજ પોલીસની આ પ્રકારનાં વલણને વખોડી કાઢયું છે. મહત્વનું છે કે સાતમાં તબક્કાનાં મતદાન માટે અમિત શાહ કોલકાતા લોકસભા બેઠકનાં ભાજપ ઉમેદવાર માટે રોડ-શો અને રેલી કરવાના છે.

ભાજપનાં રાષ્ટ્રીય મહાસચિવ અને પશ્ચિમ બંગાળનાં પ્રભારી કૈલાશ વિજયવર્ગીય એ પોલીસે કરેલી કાર્યવાહી મામલે રોષ વ્યક્ત કરીને સરકાર પર નિશાન સાધ્યું છે. આ મામલે તેમણે ટ્વિટ કરીને મમતા સરકાર પર આકરો હુમલો કર્યો છે. તેમણે કહ્યું છએ કે આ સ્વીકાર્ય નથી. ભાજપ પ્રમુખ અમિત શાહની કોલકાતા રેલીને રોકવા માટે મમતા સરકાર કોઇ કસર બાકી રાખવા માગતી નથી. આ રાજકિય દુશ્મની ઘણી ભારે પડશે. દીદી!

READ ALSO

Related posts

ગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી

Riyaz Parmar

એક્ઝિટ પોલ એટલે શું? જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ

Riyaz Parmar

લોકસભાના મતદાન સમયે પંજાબ-યુપીમાં હિંસા, પ.બંગાળમાં ટીએમસીના કાર્યકરોએ ગુંડાગીરી કર્યાનો આરોપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!