GSTV
Home » News » ટ્રેનમાં સીટ માટે નહી કરવી પડે માથાકૂટ, મુસાફરોને જનરલ કોચમાં પણ આ રીતે મળશે કન્ફર્મ ટિકિટ

ટ્રેનમાં સીટ માટે નહી કરવી પડે માથાકૂટ, મુસાફરોને જનરલ કોચમાં પણ આ રીતે મળશે કન્ફર્મ ટિકિટ

રેલવે પોતાના યાત્રીઓને સુવિધાઓ પૂરી પાડવા માટે નવી-નવી પહેલ કરતું રહે છે. સમયની બચત અને ભીડમાંથી છૂટકારો મેળવવાના ઉપાયો પર રેલવે અત્યાર સુધી ઘણાં ઉપાયો કરી ચુક્યુ છે. આ જ કડીમાં હવે યાત્રીઓને રેલવે તરફથી વધુ એક સુવિધા મળવા જઇ રહી છે.

અત્યાર સુધી આપણે સ્લીપર ક્લાસ, એસી ક્લાસ સુધીના રિઝર્વેશન વિશે સાંભળતાં આવ્યાં છીએ પરંતુ હવે જનરલ કોચમાં પણ કન્ફર્મ ટિકિટ માટે બુકિંગ કરી શકાશે.

નવી યોજના અંતર્ગત તમારી સીટનો નંબર તમારા ફોટો સાથે તમારા વૉટ્સએપ પર આવી જશે. તેનાથી તમને કન્ફર્મ ટિકિટની ચિંતાથી છૂટકારો મળી જશે. સાથે જ સીટ પર કબજો જમાવવા માટે થતી મારામારીથી પણ બચી શકાશે. આ ઉપરાંત જનરલ કોચમાં દલાલી રાજ પર પણ અંકુશ લાગશે.

જો આ યોજના સફળ રહી તો રેલવે દેશભરમાં તેને લાગુ કરી શકે છે. જો કે હાલ આ પ્રકારની સુવિધા પૂર્વ મધ્ય રેલવેના દાનાપુર મંડળમાં આપવામાં આવી રહી છે. જેને પાયલટ પ્રોજેક્ટ રૂપે પાસ ફૉર અનરિઝર્વ્ડ બોર્ડ (PURB) નામથી ચાલુ કરવામાં આવ્યો છે. જેના અંતર્ગત જનરલ કોચમાં અનરિઝર્વ્ડ સીટ પર પણ કન્ફર્મ સીટ મળી જશે. હાલ અનરિઝર્વ્ડ ટિકિટ આપતી વખતે મુસાફરોને બોર્ડિંગ પાસ આપવામાં આવી રહ્યો છે.

આ રીતે મેળવો લાભ

તમને એવો સવાલ થતો હશે કે આ સુવિધાનો લાભ લેવા માટે તમારે શું કરવું પડશે? તો તમને જણાવી દઇએ કે રેલવે સ્ટેશન પર રેલવે કાઉન્ટરની સાથે જ એક PURBનું કાઉન્ટર બનાવવામાં આવ્યું છે. તમે અહીં જઇને ઓળખ પત્ર આપશો તો તમારો ફોટો ક્લિક કરવામાં આવશે. તે બાદ તમારા વૉટ્સએપ નંબર પર ડિજિટલ ટિકિટ મોકલી દેવામાં આવશે. ડિજિટલ ટિકિટમાં ફોટો હશે. આ પ્રકારે તમને જનરલ ડબ્બામાં પણ કન્ફર્મ ટિકિટ મળવાની સંભાવના વધી જશે.

Read Also

Related posts

યુવાનની મૂંછ મૂંડાવવાના આરોપીઓને પોલીસે ગુફામાથી ઝડપી પાડ્યા

Nilesh Jethva

ઠંડીમાં જો તમે આ રીતે સૂવાથી થઈ શકે છે નુકશાન, શરીરને થાય છે ખૂબ ગંભીર અસર

pratik shah

પાલીતાણામાં 12 વર્ષીય સગીરા પર દુષ્કર્મ, માતાની ભુમિકા શંકાના ઘેરામાં

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!