GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

ટ્રેડવોર: કોર્પોરેટ લીડર્સનો બેઈજિંગ પરનો વિશ્વાસ હવે ઘટ્યો, અબજોમાં પડશે ભારત વિવાદ

અનેક વર્ષોથી ચીન મેન્યુફેક્ચરિંગ હબ તરીકે પ્રખ્યાત છે પરંતુ હવે બહુ ઝડપથી તે સ્થિતિ બદલાઈ રહી છે. કોરોના મહામારી અને ભારત સાથેના કારણ વગરના સરહદ વિવાદના કારણે સમગ્ર વિશ્વમાં ચીનની છબિ ખરડાઈ છે અને સાથે જ તેના આર્થિક સ્વાસ્થ્યને પણ અસર પહોંચી છે. છેલ્લા થોડા સમયમાં બદલાયેલી સ્થિતિના કારણે વિદેશી કંપનીઓ હવે ચીન છોડવા માંગે છે. એક અભ્યાસ પ્રમાણે કોર્પોરેટ લીડર્સનો બેઈજિંગ પરનો વિશ્વાસ હવે ઘટી રહ્યો છે.

ચીનમાં કારખાનાઓનું સંચાલન સસ્તું નહીં રહે

આશરે 260 જેટલા ગ્લોબલ સપ્લાઈ ચેઈન લીડર્સના સર્વેક્ષણ પ્રમાણે દર ત્રણ પૈકીની એક કંપની ચીન છોડવા તૈયાર છે. તેઓ તાત્કાલિક શક્ય ન બને તો આગામી બે-ત્રણ વર્ષમાં પણ સોર્સિંગ અને મેન્યુફેક્ચરિંગને ચીનથી બહાર લઈ જવા માંગે છે. કોરોના મહામારીના કારણે અમેરિકા અને ચીન વચ્ચેની અથડામણ વધી રહી છે અને બેઈજિંગના બેજવાબદારીભર્યા વલણના કારણે વિદેશી કંપનીઓ હવે ચીનમાંથી બહાર નીકળી જવામાં જ સમજદારી માની રહી છે. તેઓ સમજી ગયા છે કે ચીન પર વધારે પડતી નિર્ભરતા નુકસાનકારી સાબિત થઈ શકે છે અને આગામી સમયમાં ચીનમાં કારખાનાઓનું સંચાલન સસ્તું નહીં રહે.

અમેરિકાનું આકરૂં વલણ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે ચીની વસ્તુઓ પર 370 બિલિયન ડોલરના ટેરિફની જાહેરાત કરી હતી તો કેટલીક કંપનીઓ માટે કિંમત 100 મિલિયન ડોલર જેટલી વધી ગઈ હતી. કંપનીઓ સમજી ગઈ છે કે ચીનનું જે વલણ છે તે જોતા ભવિષ્યમાં સ્થિતિ વધુ ખરાબ થશે અને આ કારણે જ તેઓ પોતાનો કારોબાર સમેટી લેવા માંગે છે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરના કારણે 50થી વધારે કંપનીઓએ પહેલેથી જ ચીન છોડી દીધું છે.

નવા પ્રતિબંધોનું જોખમ

કોરોના સંકટના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે અને ટ્રમ્પ તેના માટે ચીનને સીધી રીતે જવાબદાર માને છે. તેમણે એટલે સુધી કહી દીધું કે, ઉઈગર મુસ્લિમો સાથેના ચીનના અત્યાચારને ધ્યાનમાં રાખીને અમેરિકી કંપનીઓએ ચીનના શિનજિયાંગ પ્રાંતમાં કામ ન કરવું જોઈએ. શિનજિયાંગમાં માનવાધિકારના ઉલ્લંઘનના અનેક રિપોર્ટ્સ સામે આવ્યા છે જેથી ચીન પર અનેક નવા પ્રતિબંધો લાગી શકે છે.

અનેક વિકલ્પો ઉપસ્થિત

ઉદ્યોગપતિઓ અમેરિકા અને ચીન વચ્ચેના આ યુદ્ધમાં ફસાવા નથી માંગતા માટે તેઓ ચીન છોડવાની યોજના બનાવી રહ્યા છે. જો કે તેમના પાસે વિકલ્પોની કોઈ તંગી પણ નથી. અમેરિકી બહુરાષ્ટ્રીય કંપની નાઈક પોતાના કારખાનાઓને દક્ષિણ પૂર્વ એશિયા અને આફ્રિકામાં ખસેડી ચુકી છે. વિયેતનામમાં શ્રમ આશરે 60 ટકા જેટલો સસ્તો છે અને તે ઝડપથી એક અગ્રણી વૈશ્વિક નિર્માતા તરીકે ઉભરી રહ્યું છે. એટલે સુધી કે આઈફોન નિર્માતા તાઈવાનના ફોક્સકોનનું ચીન બહાર વિયેતનામમાં સૌથી મોટું હબ છે.

READ ALSO

Related posts

ફારુખ અબ્દુલ્લાની અરજી પર જમ્મુ કાશ્મીર હાઇકોર્ટમાં રાજ્ય સરકારની રજૂઆત, કહ્યું: “એકપણ નેતા નથી અટકાયતમાં”

pratik shah

સૌરાષ્ટ્રમાં શ્રીકાર વર્ષા, ડેમમાં આવ્યા નવા નીર

pratik shah

સરદારનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ચોંકાવનારી વાતચીતનો થયો ખુલાસો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!