GSTV

હરિયાણાના પૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડ્ડાના નિવાસ સ્થાને સીબીઆઈએ પાડ્યા દરોડા

Last Updated on June 19, 2019 by Mayur Vora

હરિયાણાના પૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડ્ડાના નિવાસ સ્થાને સીબીઆઈએ દરોડા પાડ્યા છે. દરોડા દરમ્યાન તેઓ પોતાના નિવાસ સ્થાને હાજર છે. રોહતકના મોડલ ટાઉનમાં આવેલા નિવાસ સ્થાને સીબીઆઈની ટીમ પહોંચી હતી. સીબીઆઈ દ્વારા દરોડા શા માટે પાડવામાં આવ્યા તે અંગે હજી સુધી કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી. ભુપેન્દ્રસિંહ પોતાના શાસન દરમ્યાન અનેક કેસમાં સંડોવાયેલા છે તેમના પર પંચકુલામાં કથિતરીતે જમીન ફાળવણીનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે.

આ મામલે સીબીઆઈએ પૂર્વ સીએમ ભુપેન્દ્રસિંહ હુડ્ડા, કોંગ્રેસ નેતા મોતીલાલ વોરા વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. સીબીઆઈનો આરોપ છે કે, સી-17 નામની જમીનને ફરીવાર ફાળવવામાં આવતા રાજ્યને 67 લાખ રૂપિયાનું નુકસાન થયુ હતું. ચાર્જશીટમાં જણાવ્વામાં આવ્યુ હતુ કે, સી-17 નામની જમીન એજેએલને 2015માં ફરીવાર ફાળવવામાં આવી. આમ કરીને હુડ્ડાએ કેટલાક માપદંડનું ઉલ્લંઘન કર્યુ હતુ. જેથી તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.

Related posts

તાઉતે પછી ગુજરાત પર બીજી કુદરતી આફતની તૈયારી, ભૂપેન્દ્ર પટેલ સરકારની પણ કસોટી થશે : વાવાઝોડુ આવી રહ્યું છે

Dhruv Brahmbhatt

ખુલાસો / જસ્ટિસ ડી.એ. મહેતા કમિશન રિપોર્ટ, શ્રેય હોસ્પિટલમાં આગ લાગવા પાછળ પોતે જ જવાબદાર

Dhruv Brahmbhatt

આતંકીસ્તાનને ભણાવવો પડશે પાઠ: યુએસ એજન્સીના રિપોર્ટમાં ચોંકાવનારો અહેવાલ, કુખ્યાત આંતકીસંગઠોના નિશાના પર ભારત!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!