6,000 રૂપિયાનો દરેકને નહીં મળે લાભ : આ જોઈશે ડોક્યુમેન્ટ, સરકારે નિયમો કર્યા જાહેર

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધી યોજનાં અંતર્ગત પ્રતિવર્ષ 6 હાજર રૂપિયાની સહાય માટે કેન્દ્ર સરકારે ધારા-ધોરણો લાગુ કર્યા છે. જેથી કરીને હકિકતે જે ખેડૂત છે અને ખેતી કરે છે તેમને આ યોજનાનો લાભ મળે. આ સ્કિમનો લાભ એવા ખેડૂતોને મળશે જે ખડૂતનું નામ 2015-16ની કૃષિ જનગણનામાં સામેલ છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે રજુ કરેલા બજેટમાં આ યોજના જાહેર કરવામાં આવી છે.

લઘુ અને સીમાંત ખેડૂત પરિવારની દાયરામાં આવતા પરિવારોને સામેલકરાશે. જે પરિવારમાં પતિ-પત્નિ અને 18 વર્ષની વય સુધીનાં બાળકોનો સમાવેશ કરાશે. આ તમામ સામુહિક રૂપથી બે હેક્ટર એટલે કે પાંચ એકર સુધીની જમીન પર ખેતી કરતા હોય. એટલે કે પતિ-પત્નિ અને બાળકોને એક માપદંડ તરીકે ગણવામાં આવશે. જે લોકોનાં નામ 1 ફેબ્રુઆરી 2019 સુધી લેન્ડ રેકર્ડમાં સામેલ હશે. તે ખેડૂત પરિવારોને જ આ યોજના નો લાભ મળશે.

કૃષિ મંત્રાલયનાં સૂત્રોએ જણાંવ્યું છે કે,ભૂતપુર્વ અને વર્તમાનમાં બંધારણીય હોદ્દા પર બિરાજમાન, વર્તમાન અને પૂર્વ મંત્રી, મેયર અથવા જિલ્લા પંચાયત પ્રમુખ, કેન્દ્ર અથવા રાજય સરકારમાં અધિકારી તેમજ 10 હજાર કરતા વધુ પેન્શન મેળવવા વાળા ખેડૂતોને આ યોજનાનો લાભ નહિ મળે. વેપારી, ડોક્ટર, ઇજનેર, સીએ, આર્કિટેક્ટ પૈકીનાં કોઈ પણ ખેતી કરતા હોય તે તેઓ આ યોજનાનાં હકદાર નથી.

આ યોજનાનો લાભ લેવા માટે આટલા ડોક્યુમેન્ટ જરૂરી

  • આ સ્કિમનો લાભ લેવા માટે કૃષિ વિભાગમાં રજીસ્ટ્રેશન કરાવું પડશે. સ્થાનિક વહિવટી તંત્ર તેની ચકાસણી કરીશે. જેનાં માટે જરૂરી કાગળો રજુ કરવા પડશે.
  • મહેસૂલી રેકર્ડમાં જમીન માલિકનું નામ
  • સામાજીક વર્ગીકરણ (ST/SC/OBC)
  • આધાર નંબર
  • બેન્ક એકાઉન્ટ નંબર
  • મોબાઈલ નંબર વિગેરે.

આ યોજનાં પહેલીડિસેમ્બર 2018થી લાગુ કરવામાં આવી છે. જેથી 31 માર્ચ પહેલા 2000 રૂપિયાનો પ્રથમ હપ્તો ખેડૂતોનાં ખાતામાં આવી જશે. કેન્દ્ર સરકારનો દાવો છે કે 12 કરોડ ખેડૂતોને લાભ મળશે. આ યોજનાથી સરકારી તિજોરી પર 75 હાજર કરોડ રૂપિયાનું ભારણ વધશે. આ વર્ષે યોજના પર 20 હજાર કરોડનો ખર્ચ થશે. મહત્વનું છે કે ખેડૂતોની દેવામાફી હવે રાજકિય મુદ્દો બની ગયો છે. જેથી દેવામાફીની અવેજમાં કેન્દ્ર સરકાર આ યોજના લાવી છે. સરકારનું કહેવું છે કે દેવામાફી કરવાથી ખેડૂતોની સમસ્યા હલ નહિ થાય.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter