GSTV
Gujarat Government Advertisement

વધુ કથળશે ભારતીય બેન્કોની હાલત, રિઝર્વબેન્કની ચેતવણી

Last Updated on June 28, 2018 by Bansari

રિઝર્વ બેન્કે બેન્કોની કુલ એનપીએની સ્થિતિને લઇને ધૂંધળી તસવીર રજૂ કરી છે. કેન્દ્રીય બેન્કે કહ્યું કે બેન્કોની કુલ એનપીએ ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં વધીને 12.2 ટકા સુધી પહોંચી જશે. અગાઉ માર્ચ 2018ના અંત સુધી આ રેશિયો 11.6 ટકા હતો.

રિઝર્વ બેન્કો પોતાના નાણાકિય સ્થિરતા અહેવાલમાં કહ્યું કે માઇક્રો ઇકોનોમિક પરિબળો પર આધારિત પરીક્ષણથી સંકેત મળે છે કે હાલના ચિત્રના આધારભૂત પર્યાવરણમાં અનુસૂચિત વાણિજ્યિક બેન્કોનું કુલ એનપીએ માર્ચ 2018ના 11.6 ટકાથી વધીને માર્ચ 2019 સુધી 12.2 ટકા સુધી પહોંચી જશેય જાહેર ક્ષેત્રના ઝડપી સુધારાવાદી કાર્યવાહી નિયમોની મર્યાદામાં આવતી 11 બેન્કો વિશે રિઝર્વ બેન્કે કહ્યું કે આ બેન્કોના એનપીએ રેશિયોની સ્થિતિ વધુ કથળી શકે છે અને તે માર્ચ 2018ના 21 ટકાથી વધીને ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં 22.3 ટકા સુધી પહોંચી શકે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ 11 બેન્કો માંથી 6 બેન્કોએ જરૂરી લધુત્તમ જોખમ ભારાંક મિલકત ગુણોત્તરના નવ ટકાની સરખામણીમાં મૂડીની તંગીનો સામનો કરવા પડી શકે છે. ઉંચા એનપીએના કારણે રિઝર્વ બેન્કની ઝપડી સુધારાવાદી કાર્યવાહીની મર્યાદામાં જે બેન્કોને રાખવામાં આવી છે તેમાં આઇડીબીઆઇ બેન્ક, યુકો બેન્ક, સેન્ટ્રલ બેન્ક ઑફ ઇન્ડિયા, બેન્ક ઑફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીસ બેન્ક, દેના બેન્ક, ઓરિએન્ટલ બેન્ક ઑફ કોમર્સ, બેન્ક ઑફ મહારાષ્ટ્ર, યૂનાઇટેડ બેન્ક ઑફ ઇન્ડિયા, કોર્પોરેશન બેન્ક ઑફ અલ્હાબાદ બેન્કનો સમાવેશ થાય છે. રિઝર્વ બેન્કે આ રિપોર્ટમાં કહ્યું છે કે તમામ કોમર્શિયલ બેન્કોના નફામાં ઘટાડો થયો છે. આંશિક રીતે તેનાથી વધેલી જોગવાઇ અંગે જાણ થઇ છે. જો કે તેમાં કહેવામાં આવ્યું છે કે 2017-18માં જમા વૃદ્ધિ ધીમી રહેવા છતાં દેવાની વૃદ્ધિમાં તેજી આવી છે.

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!