ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણી સાથે નીકળેલી યાત્રાનું લોકભારતીમાં સમાપન

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ ગાંધી મૂલ્યો આધારિત “મેં ભી મોહન” નામે યોજેલી પદયાત્રાનું સમામપન થયું છે. ભાવનગરના લોકભારતી સણોસરામાં સમાપન પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ હાજરી આપી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમાપન પ્રસંગમાં સંબોધન કર્યું. તેમણે કહ્યું કે આઝાદીના આંદોલનમાં ગાંધીજીએ મોટી સેવા કરી હતી.

ગાંધીજીની 150મી જન્મજયંતિ પહેલા ખુલ્લામાં શૌચ બંધ કરવાનું મિશન છે. ગાંધી આપણા ગુજરાતી છે તો સ્વચ્છતાની વિશેષ જવાબદારી પણ ગુજરાતીઓની છે. ગાંધીજીની 150મી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત મનસુખ માંડવિયાએ 151 પદયાત્રીઓ સાથે 150 કિલોમીટરની પદયાત્રા કરીને લોકોને ગાંધી મૂલ્યો અને વિચારધારાથી જાગૃત કરવાનો પ્રયાસને પીએમ મોદીએ બિરદાવ્યો. તેમણે કહ્યું કે ભાવનગરની ધરતીથી નીકળેલો સંદેશ સમગ્ર દેશમાં ફેલાશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter