જીરાનું વાવેતર કરનારા ખેડૂતો માટે ચિંતા, વાતાવરણના કારણે થઈ શકે છે નુકસાન

કાંકરેજ પંથકમાં બે દિવસ પહેલા વાતાવરણમાં આવેલા પલટાના કારણે જીરાનું વાવેતર કરનાર ખેડૂતો ચિંતામાં છે. કારણ કે વિપરિત વાતાવરણના કારણે જીરાના પાકને નુકસાન થવાની શકયતા છે. વધુ પડતી ઠંડી અને વાદળ છાયા વાતાવરણ વચ્ચે ભારે ઠંડા પવનો ફૂંકતા જીરાના પાકને નુકસાન થયું છે. આ વખતે ખેડૂતોએ મોંઘાભાવે બિયારણ ખરીદ્યુ છે. તેમજ મહામહેનતે વાવેતર કર્યા બાદ હાલમાં વધુ પડતી ઠંડીના કારણે જીરાનો પાક સુકાવા લાગતા ખેડૂતોની ચિંતા વધી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter