GSTV

શું તમે ઈ-મેલ કે ફોલ્ડરમાં .zip કે .rar પ્રકારની ફાઇલનો ઉપયોગ કર્યો છે, જાણો તેના વપરાશ કરવાના ફાયદા

તમે ક્યારેક તો .zip કે .rar પ્રકારની ફાઇલના સંપર્કમાં આવ્યા હશો. કોઈએ તમને ઈ-મેઇલમાં આવી ફાઇલ મોકલી હશે અથવા કોઈ પ્રોગ્રામ ડાઉનલોડ કર્યો હશે તેની ફાઇલ ઝીપ ફાઇલ તરીકે આવી હશે અને પછી તેને ઓપન કેવી રીતે કરવી તેની ગૂંચવણ થઈ હશે. zip કે rar ફાઇલ ‘આર્કાઇવ’ ફાઇલ પણ કહેવાય છે. વાસ્તવમાં આવી ફાઇલ એક કન્ટેઇનર જેવી હોય છે, જેની અંદર બીજી મૂળ ફાઇલ્સ ગોઠવાયેલી હોય છે. ઢગલાબંધ કપડાં આપણે સૂટકેસમાં પેક કરીએ તો તેની હેરફેર સરળ બને અને જ્યારે જરૂર પડે ત્યારે સૂટકેસ ખોલીને ઇસ્ત્રીબંધ કપડાં બહાર કાઢી શકીએ એના જેવી આ વાત કહી શકાય. એક કે એકથી વધુ ફાઇલનો લાંબા સમય માટે સંગ્રહ કરવો હોય કે તેની ઈ-મેઇલ કે બીજી કોઈ રીતે હેરફેર કરવી હોય ત્યારે આ વિધિનો ઉપયોગ થાય છે. ઝીપ કે રાર ફાઇલ્સ ક્રિએટ કરવાના ત્રણ ફાયદા છે :

zip કે rar ફાઇલ ‘આર્કાઇવ’ ફાઇલ પણ કહેવાય


(૧) એક કે વધુ ફાઇલને એક સિંગલ કન્ટેઈનર જેવી ફાઈલમાં મૂકી શકાય છે. (૨) આ રીતે બધી ફાઇલને કમ્પ્રેસ કરી શકાતી હોવાથી તેમની કુલ સાઇઝ ઘણી ઓછી થઈ જાય છે. (૩) ઝીપ ફાઇલને ઉપરથી પાસવર્ડ જેવું તાળું પણ મારી શકાય છે.
ઘણા બધા લોકો ‘ઝીપ’ અને ‘વિનઝીપ’ એટલે એક જ વાત એવું માનતા હોય છે, પણ વાસ્તવમાં એવું નથી. ઝીપ એ કમ્પ્રેસ્ડ આર્કાઈવ માટે વપરાતું એક સામાન્ય – જનરિક ફાઇલ ફોર્મેટ છે, જ્યારે વિનઝીપ કે વિનરાર વગેરે ઝીપ ફાઇલ્સ ક્રિએટ કે મેનેજ કરવા માટે વપરાતાં અલગ અલગ સોફ્ટવેરનાં નામ છે. આપણે તેનાં ફ્રી ટ્રાયલ વર્ઝન મેળવી શકીએ છીએ. ઝીપ અને રાર મૂળ તો એક જ પ્રકારનું કામ કરતી બે પદ્ધતિ છે. રાર કમ્પ્રેશન ઝીપ કરતાં ધીમું પણ વધુ પાવરફૂલ કમ્પ્રેશન હોવાનું કહેવાય છે.

ઝીપ કે રાર ફાઇલ્સ ક્રિએટ કરવાના ત્રણ ફાયદા


આટલી પ્રાથમિક માહિતી સાથે, હવે આપણે વિન્ડોઝમાં કોઈ ફાઇલ કે ફોલ્ડરને કેવી રીતે કમ્પ્રેસ કરીને ઝીપ ફાઇલમાં ફેરવી શકાય તે સમજીએ અને તેની સાથોસાથ, ઝીપ ફાઇલને અનઝીપ કેવી રીતે કરાય તે પણ સમજી લઈએ. ફાઇલ કે ફોલ્ડર કમ્પ્રેસ કરવા
(૧) વિન્ડોઝ એક્સપ્લોરરમાં જઈને તમારે જે ફાઇલ કે ફોલ્ડરને કમ્પ્રેસ કરવું હોય તે નક્કી કરી લો. (૨) એ ફાઇલ કે ફોલ્ડર પર માઉસથી રાઇટ ક્લિક કરો, જે મેનુ ખૂલે તેમાં ‘સેન્ડ ટુ’ વિકલ્પ પર માઉસ લઈ જતાં (ક્લિક કરવાની જરૂર નથી) નવું મેનુ ખૂલશે, જેમાં ‘કમ્પ્રેસ્ડ (ઝીપ્ડ) ફોલ્ડર’ પર લેફ્ટ ક્લિક કરી દો. (૩)આપણી મૂળ ફાઇલ કે ફોલ્ડર જેમનાં તેમ રહેશે, પણ એ જે ફોલ્ડરમાં હશે એ જ ફોલ્ડરમાં વધુ એક ફોલ્ડર બનશે, જેનો આઇકન ઉપર બતાવ્યા મુજબનો કે તેના જેવો હશે.

ઝીપ્ડ ફોલ્ડરને રાઇટ ક્લિક કરી, રીનેમનો ઓપ્શનથી ફોલ્ડરનું નામ બદલી શકાય

આ ઝીપ્ડ ફોલ્ડરને રાઇટ ક્લિક કરી, રીનેમનો ઓપ્શનથી આપણે ફોલ્ડરનું નામ બદલી શકીએ છીએ. આ રીતે આપણે કોઈ મિત્રને ગીતોની ફાઇલ્સ મેઇલ કરવી હોય કે પરિવારના સભ્યોને વિવિધ ફોટોગ્રાફ્સ એકસાથે મેઇલ કરવા હોય તો બધી ફાઇલ એક ફોલ્ડરમાં જમા કરી, તેનું કમ્પ્રેસ્ડ ફોલ્ડર બનાવી લઈએ તો એ એક જ ફોલ્ડર ઈ-મેઇલમાં એટેચ કરવાનું રહે છે. હવે આપણને આ રીતે ઈ-મેઇલમાં ઝીપ્ડ ફોલ્ડર આવે તો તેને ડાઉનલોડ કર્યા પછી તેમાંની ફાઇલ્સ ઓપન કેવી રીતે કરવી તે જાણી લઈએ.

કોઈ ફાઇલ કે ફોલ્ડરને કેવી રીતે કમ્પ્રેસ કરીને ઝીપ ફાઇલમાં ફેરવી શકાય જાણો તેના વિશે

(૧) વિન્ડોઝ એક્સપ્લોરરમાં જઈને આપણે જે ઝીપ્ડ ફોલ્ડર ઓપન કરવું છે તેને શોધી કાઢો. (૩) ઝીપ્ડ ફોલ્ડરને ડબલ-ક્લિક કરતાં એક વિન્ડો ખૂલશે, જેમાં ઝીપ્ડ ફોલ્ડરમાંનાં બધાં ફોલ્ડર્સ કે ફાઇલ્સ દેખાશે. તેમાંથી કોઈ એકને ઓપન કરવા માટે, એ ફાઇલ કે ફોલ્ડરને માઉસથી ડ્રેગ કરીને નવા લોકેશન પર લાવી દો. (૪) કમ્પ્રેસ્ડ ફોલ્ડરમાંની બધી જ ફાઇલ કે ફોલ્ડરને બહાર કાઢવા માટે કમ્પ્રેસ્ડ ફોલ્ડરને રાઇટ ક્લિક કરતાં નીચે મુજબના ત્રણ વિકલ્પ જોવા મળશે.

એન્ડ્રોઇડ ફોનમાં પણ ઝિપ ફોલ્ડરને અનઝિપ કરી શકાય

એક્સ્ટ્રેક્ટ ઓલ : આ વિકલ્પ પર ક્લિક કરતાં, કમ્પ્રેસ્ડ ફોલ્ડરમાંની બધી ફાઇલ, આપણે વિન્ડોઝ એક્સપ્લોરરમાં ક્યાં સેવ કરવી છે એ પૂછવામાં આવશે, લોકેશન કહેવાથી બધી ફાઇલ (કે ફોલ્ડર્સ) તે જગ્યાએ સેવ થશે, જેને આપણે હંમેશની જેમ ઓપન કરી શકીશું.
એક્સ્ટ્રેક્ટ હીયર : આ વિકલ્પ પર ક્લિક કરતાં, જે તે ફોલ્ડરમાં જ બધી ફાઇલ (કે ફોલ્ડર્સ) સેવ થશે. એક્સ્ટ્રેક્ટ ટુ (કમ્પ્રેસ્ડ ફોલ્ડરનું નામ) : આ વિકલ્પ પર ક્લિક કરતાં, એ જ જગ્યાએ કમ્પ્રેસ્ડ ફોલ્ડરનું જ નામ ધરાવતું એક સામાન્ય ફોલ્ડર બનશે જેમાં કમ્પ્રેસ્ડ ફોલ્ડરમાંની બધી ફાઇલ (કે ફોલ્ડર) ઓપન સ્વરૂપે સેવ થશે. સામાન્ય વપરાશ માટે આ વિકલ્પ સૌથી સહેલો રહેશે.
આટલું નોંધી લેશો : ફોટોગ્રાફસ કે ગીતોની ફાઇલ પહેલેથી જ એકદમ કમ્પ્રેસ્ડ થયેલી હોય છે. એટલે ઘણા બધા ફોટોગ્રાફસ કે ગીતોની ફાઇલને આપણે એક ફોલ્ડરમાં કમ્પ્રેસ કરવાનો પ્રયાસ કરીએ તો તેમની કુલ સાઇઝમાં ખાસ કશો ફેર પડતો નથી. હા, ફક્ત એક ફોલ્ડર બનવાને કારણે તેને ઈ-મેઇલ કરવાનું સરળ બનશે. હવે એન્ડ્રોઇડ ફોનમાં પણ ઝિપ ફોલ્ડરને અનઝિપ કરી શકાય છે.

READ ALSO

Related posts

Corona ઇફેક્ટ: મદદ માટે આગળ આવી ટચૂકડા પડદાની સામ્રાજ્ઞી,એક વર્ષની સેલરી સમર્પિત કરશે એક્તા કપૂર

Bansari

મુંબઈની એક હોસ્પિટલમાં 26 નર્સ અને 3 ડૉક્ટર્સ કોરોના પોઝિટીવ, પુણેમાં 42 ડૉક્ટર્સ ક્વારન્ટાઈનમાં

Pravin Makwana

કેટલી છે રાષ્ટ્રપતિની એક મહિનાની સેલરી, 30 ટકા કપાયા બાદ મળશે કેટલું વેતન? અહીં જાણો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!