GSTV

શું તમે કોમ્યુટરમાં રહેલી ફાઈલ્સનાં નામ બદલવાનું થાય તેવું બન્યું છે ખરું, તો આ કી વર્ડનો કરો વપરાશ થઈ જશે સરળ કાર્ય

શું તમે કોમ્યુટરનો વપરાશ કરો છો તો કોઈ કારણસર તમારે કમ્પ્યુટરમાં રહેલી સંખ્યાબંધ ફાઇલ્સનાં નામ બદલવાનાં થાય એવું બન્યું છે? સામાન્ય રીતે, કોઈ પ્રવાસે ગયા પછી તેના ફોટોગ્રાફ્સ કમ્પ્યુટરમાં અપલોડ કરીએ ત્યારે બધાનાં નામ એક સરખાં કરવાં હોય તો આવી જરૂરિયાત ઊભી થઈ શકે છે. વિન્ડોઝમાં આ કામ સહેલું છે, તમારે જે ફોલ્ડરમાંની ફાઇલ્સનાં નામ એક સાથે બદલવાનાં હોય તે ફોલ્ડર ઓપન કરો. જે જે ફાઇલ્સનાં નામ બદલવાનાં હોય તે ફાઇલ્સ પસંદ કરો. સળંગ ફાઇલ્સ પસંદ કરવી હોય તો માઉસથી પહેલી ફાઇલ પસંદ કરી, શિફ્ટ કી પ્રેસ કરીને પછી છેલ્લી ફાઇલ માઉસથી ક્લિક કરો.

કોઈ કારણસર તમારે કમ્પ્યુટરમાં રહેલી સંખ્યાબંધ ફાઈલ્સ આ એક કી દ્વારા બદલી શકાય

પહેલી, છેલ્લી અને વચ્ચેની બધી ફાઇલ્સ સિલેક્ટ થઈ જશે. છૂટીછવાઈ ફાઇલ સિલેક્ટ કરવાની હોય તો કંટ્રોલ કી પ્રેસ કરી રાખીને જુદી જુદી ફાઇલ્સ સિલેક્ટ કરો. હવે સૌથી પહેલી ફાઇલ પર માઉસ લઈ જઈ, રાઇટ ક્લિક કરો અને ‘રીનેમ’નો વિકલ્પ પસંદ કરો. પહેલી ફાઇલ માટે, Vacation જેવું કંઈક નામ આપીને એન્ટર કી પ્રેસ કરતાં, બધી ફાઇલનાં નામ બદલાઈને Vacation થઈ જશે અને દરેક ફાઇલની પાછળ કૌંસમાં તેનો ક્રમ દર્શાવવવામાં આવશે, એટલે કે પહેલી ફાઇલનું નામ Vacation (1) થશે, બીજી ફાઇલનું નામ Vacation (2) થશે અને એ રીતે આગળ. આપણા કામની બધી ફાઇલ્સનું આ રીતે યોગ્ય રીતે નામકરણ કરેલું હશે તો ભવિષ્યમાં સર્ચ કરવાનું કામ એકદમ સહેલું બની જશે.

READ ALSO

Related posts

Corona ઇફેક્ટ: મદદ માટે આગળ આવી ટચૂકડા પડદાની સામ્રાજ્ઞી,એક વર્ષની સેલરી સમર્પિત કરશે એક્તા કપૂર

Bansari

મુંબઈની એક હોસ્પિટલમાં 26 નર્સ અને 3 ડૉક્ટર્સ કોરોના પોઝિટીવ, પુણેમાં 42 ડૉક્ટર્સ ક્વારન્ટાઈનમાં

Pravin Makwana

કેટલી છે રાષ્ટ્રપતિની એક મહિનાની સેલરી, 30 ટકા કપાયા બાદ મળશે કેટલું વેતન? અહીં જાણો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!