સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટિક વેસ્ટની સમસ્યા વધી રહી છે. આ સાથે ઈલેક્ટ્રોનિક કચરો પણ વધી રહ્યો છે. બંને એકબીજા સાથે સંબંધિત છે. ઘણા ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં વપરાતી કોમ્પ્યુટર ચિપ્સ અને બેટરીઓ પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે જેને રિસાયકલ કરી શકાતી નથી. પરંતુ, હવે વૈજ્ઞાનિકોએ આ પ્લાસ્ટિકને બાયોડિગ્રેડેબલ મટિરિયલથી બદલવાની રીત શોધી કાઢી છે.

જર્નલ સાયન્સ એડવાન્સિસમાં પ્રકાશિત થયેલા નવા સંશોધનમાં, ઑસ્ટ્રિયાની જોહાન્સ કેપ્લર યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ મશરૂમની ચામડીમાંથી ઇલેક્ટ્રોનિક સબસ્ટ્રેટ બનાવ્યું છે. સર્કિટના આધાર સ્તરને સબસ્ટ્રેટ કહેવામાં આવે છે. તે વીજળીને સ્થાનાંતરિત કરતી ધાતુઓને ઠંડુ અને ઇન્સ્યુલેટ કરે છે. ગેનોડર્મા લ્યુસિડમ મશરૂમ એ એક પ્રકારની ફૂગ છે. જે યુરોપ અને પૂર્વ એશિયામાં સડતા વૃક્ષો પર ઉગે છે.

અભ્યાસમાં સામેલ સંશોધકો, ડોરિસ ડેનિન્જર અને રોલેન્ડ પ્રાકનરને જાણવા મળ્યું કે, આ મશરૂમ તેની સુરક્ષિત વૃદ્ધિ માટે રુટ જેવા નેટવર્ક માયસેલિયમથી બનેલી ત્વચા બનાવે છે. વૈજ્ઞાનિકો આ ત્વચાને પ્લાસ્ટિકની જગ્યાએ સૂકવીને તેનો ઉપયોગ કરવા માંગતા હતા. સંશોધનમાં, મશરૂમની ત્વચાને દૂર કરીને સૂકવવામાં આવી હતી. સંશોધકોએ જોયું કે, તે ચીકણું અને સારું ઇન્સ્યુલેટર છે. તે વિદ્યુત સર્કિટમાં પણ સારી રીતે કામ કરે છે અને 200 °C સુધીના તાપમાનને સરળતાથી સહન કરે છે.

વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, તે વૃક્ષોના મશરૂમ કોમ્પ્યુટર ચિપ્સ બનાવવામાં ઉપયોગી થશે, જે સંપૂર્ણપણે નકામા થઈ જાય છે. અત્યારે તેનાથી બનેલા સર્કિટને આવા ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં લગાવી શકાય છે. જે લાંબો સમય ટકતા નથી. આમાં સેન્સર અને રેડિયો ટેગનો સમાવેશ થાય છે. મશરૂમની ત્વચાને લીધે, તેઓને રિસાયકલ પણ કરી શકાય છે.
- મેનોપોઝ પછી ખાસ જરુરી છે કેલ્શિયમ, નહી તો હાંડકા તૂટવાનો ભય વધી શકે છે
- ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે UCC મુદ્દે લખનઉમાં કરી બેઠક, અસદુદ્દીન ઓવૈસી પણ રહ્યાં હાજર
- ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે આ વાતોનું રાખો ખાસ ધ્યાન, જાણો
- છોટાઉદેપુર / નકલી ઈન્કમટેક્સ ઓફિસર બની દરોડા પાડી છેતરપિંડી કરનાર ડોક્ટરના પુત્રની ધરપકડ
- પુરુષોની આ સામાન્ય આદતથી આવી શકે છે ગંભીર પરિણામ, જાણો આ કઈ છે આ આદત