GSTV
Home » News » કોમ્પ્યુટર બાબાને કમલનાથ સરકારની મોટી ભેટ, બનાવ્યા નર્મદા નદી ન્યાસના અધ્યક્ષ

કોમ્પ્યુટર બાબાને કમલનાથ સરકારની મોટી ભેટ, બનાવ્યા નર્મદા નદી ન્યાસના અધ્યક્ષ

લોકસભાની ચૂંટણીમાં મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની તરફેણમાં ચૂંટણી પ્રચાર કરનાર કોમ્પ્યુટર બાબાને એમપીની કમલનાથ સરકાર મોટી ભેટ આપી છે. સીએમ કમલનાથે કોમ્પ્યુટર બાબાને નર્મદા નદી ન્યાસના અધ્યક્ષ બનાવ્યા છે. ન્યાસના અધ્યક્ષ બનતાની સાથે બાબાની ડિમાન્ડ શરૂ થઈ છે. તેમણે નર્મદા પરિક્રમા માટે હેલિકોપ્ટરની માગ કમલનાથ સરકાર પાસે કરી. તેમણે મંગળવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે મંત્રાલયનો કારભાર પણ સંભાળી લીધો.

લોકસભાની ચૂંટણીમાં ભોપાલ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજયસિંહના પક્ષમાં તેમણે પ્રચાર કર્યો હતો. અને હવન પણ કર્યા હતા. કોમ્પ્યુટર બાબાનું પુરૂ નામ નામદેવ દાસ ત્યાગી છે.

તેમણે શિવરાજસિંહની સરકારના કાર્યકાળમાં અન્ય સાધુઓ સાથે મળીને નર્મદા કૌભાંડ રથ યાત્રાનું આયોજન કર્યુ હતુ. જે બાદ શિવરાજસિંહે કોમ્પ્યુટર બાબા સહિત પાંચ સાધુઓને રાજ્યમંત્રીઓનો દરજ્જો આપ્યો હતા. જોકે, વિધાનસભાની ચૂંટણી પહેલા કોમ્પ્યુટર બાબાએ પોતાના પદ પરથી રાજીનામું આપી કોંગ્રેસને સમર્થન આપ્યુ હતુ.

Read Also

Related posts

એણે મારું ગાઉન ખેંચ્યુ, મારા પર ચડી ગયો અને…આપવીતી જણાવતાં કોર્ટમાં રડી પડી આ ફેમસ એક્ટ્રેસ

Bansari

કંગનાને મળ્યો તેનો ડ્રીમ રોલ : બાળપણથી જે રોલ પ્લે કરવાની ઈચ્છા હતી તે હવે થઈ પૂરી

Mayur

આ હોટ એક્ટ્રેસને ફ્લેટ ખરીદવામાં થઈ રહી છે અડચણ, આ સુપરસ્ટાર સાથે જ જોઈએ છે ફ્લેટ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!